________________
અધ્યાય ૫-સૂત્ર ૨૩-૨૪ ૨૧૯ ત્વરૂપ. મેઘ આદિનુ સંસ્થાન એટલે કે રચના અનિત્થવરૂપ છે કેમ કે અનિયતરૂપ હોવાથી કોઈ એક પ્રકારે એનું નિરૂપણ કરી શકાતું નથી, બીજા પદાર્થોનું સસ્થાન ઇલ્ચસ્વરૂપ છે; જેમ કે દડે, શિગાડું આદિતુ. ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ, દીર્ઘ પરિમંડલ – વલયાકાર આદિ રૂપથી ઈત્યસ્વરૂપ સંસ્થાનના અનેક ભેદ છે.
એકત્વરૂપમાં પરિણત પુલપિડને વિશ્લેષ-વિભાગ થે એ ભેદ છે. એના પાચ પ્રકાર છે. ૧. “ઔત્કરિક: ચીરવાથી અથવા ફાડવાથી થતું લાકડાં, પથ્થર આદિનું ભેદન, ૨ “ચૌણિકઃ કણ કણ રૂપે ચૂર્ણ થવુ તે, જેમ જવા આદિને સાથ, આ ઇત્યાદિ, ૩. “ખંડ: ટુકડા ટુકડા થઈ છૂટી જવુ તેજેમ ઘડાનાં ઠીંકરા, ૪. “પ્રતર: પડતું નીકળવું તે, જેમ અબરખ, ભોજપત્ર આદિમાં, ૫. “અનુતટ’: છાલ નીકળવી, જેમ વાંસ, શેરડી આદિની.
તમ અંધકારને કહે છે, તે જોવામાં હરકત નાંખતે પ્રકાશને વિરોધી એક પરિણામ છે.
છાયા પ્રકાશના ઉપર આવરણ આવવાથી થાય છે. એના બે પ્રકાર છે. દર્પણ આદિ સ્વચ્છ પદાર્થોમાં મુખનું જે પ્રતિબિંબ પડે છે, જેમાં મુખને વણું, આકાર આદિ જેમના તેમ દેખાય છે તે વર્ણાદિવિકાર પરિણામરૂપ છાયા છે, અને અન્ય અસ્વચ્છ દ્રવ્યો ઉપર જે માત્ર પ્રતિબિંબ (પડછાયો) પડે છે તે પ્રતિબિંબરૂ૫ છાયા છે
સૂર્ય આદિને ઉsણુ પ્રકાશ આતપ અને ચંદ્ર આદિન અનુષ્ણ પ્રકાશ ઉઘાત કહેવાય છે