________________
૨૨૨
તરવાથસૂત્ર સંઘાતજન્ય કહેવાય છે. એ રીતે ત્રણ, ચાર, સંખ્યાત, અસં
ખાત, અનંત અને અનંતાનંત સુધી પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશ, ચતુ પ્રદેશ, સંખ્યાતપ્રદેશ, અસંખ્યાતપ્રદેશ, અનતપ્રદેશ, અને અનંતાનંતપ્રદેશ સુધી ઔધ બને છે. તે બધા સંઘાતજન્ય છે. કેઈક મોટી કંધના તૂટવાથી જે નાના નાના સ્કંધ થાય છે, તે ભેદજન્ય છે. એ પણ બે પ્રદેશથી લઈને અનંતાનંત પ્રદેશ સુધી હેઈ શકે છે. જ્યારે કઈ એક ધ તૂટતાં એના અવયવની સાથે એ સમયે બીજું કોઈ દ્રવ્ય મળવાથી ન સ્કધ બને છે, ત્યારે તે સ્કંધ, ભેદ તેમ જ સંઘાત બનેથી જન્ય છે. એવા સર્કલ પણ દિપ્રદેશથી લઈને અનંતાનંત પ્રદેશ સુધી થઈ શકે છે. બેથી અધિક પ્રદેશવાળા સ્કંધોને માટે એ બાબત સમજવી જોઈએ કે ત્રણ, ચાર આદિ અલગ અલગ પરમાણુઓના મળવાથી પણ ત્રિપ્રદેશ, ચતુષ્પદેશ આદિ કંધ થાય છે. અને ક્રિપ્રદેશ સ્કંધની સાથે એક પરમાણુ ભળવાથી ત્રિપ્રદેશ, તથા દિપ્રદેશ અથવા ત્રિપ્રદેશ સકંધની સાથે અનુક્રમે બે અથવા એક પરમાણુ મળવાથી ચતુષ્પદેશ સ્કંધ બની શકે છે.
અણુ દ્રવ્ય કેાઈ દ્રવ્યનું કાર્ય નથી. આથી એની ઉત્પત્તિમાં બે દિવ્યાના સઘાતને સંભવ જ નથી. એ રીતે પરમાણુ નિત્ય મનાય છે. તથાપિ અહીંયાં એની જે ઉત્પત્તિ બતાવી છે તે પયયદષ્ટિથી અર્થાત પરમાણુ દ્રવ્યરૂપે તો નિત્ય છે, પરંતુ પર્યાયદૃષ્ટિથી તે જન્ય પણ છે. ક્યારેક સ્કંધના. અવયરૂપ બની સામુદાયિક અવસ્થામાં પરમાણુઓનું રહેવું અને ક્યારેક સકંધથી અલગ થઈ વિશકલિત (છૂટીછવાઈ) અવસ્થામાં રહેવું એ બધા પરમાણુના પર્યાય – અવસ્થા – વિશેષ