________________
અધ્યાય ૫- સૂત્ર ૨૮
રર૩ જ છે. વિશકલિત અવસ્થા ઔધના ભેદથી જ ઉત્પન્ન થાય
છે. એથી અહીંયાં ભેદથી અણની ઉત્પત્તિના કથનને ' અભિપ્રાય એટલે જ છે કે વિશકલિત અવસ્થાવાળા પરમાણુ ભેદનું કાર્ય છે, શુદ્ધ પરમાણુ નહિ. રિ-૨૭] હવે અચાક્ષુષ સ્કધના ચાક્ષુષ બનવામાં હેતુ કહે છે:
મેરવાતાવ્યાં જાશુપા ૨૮ી. ભેદ અને સંઘાતથી ચાક્ષુષ ધ બને છે.
અચાક્ષુષ સ્કઇ પણ નિમિત્ત પ્રાપ્ત કરી ચાક્ષુષ બની શકે છે, એ બતાવવુ એ આ સૂત્રને ઉદ્દેશ છે.
પુલના પરિણામ વિવિધ છે, એથી જ કોઈ પુકલધ અચાક્ષુષ (ચક્ષુથી અગ્રાહ્ય) હેાય છે, તે કેાઈ ચાક્ષુષ (ચક્ષુથી ગ્રાહ) હેાય છે. જે સ્કંધ પહેલા સૂક્ષ્મ હોવાના કારણે અચાક્ષુષ હોય છે, તે પણ નિમિત્તવશ સૂક્ષ્મત્વ પરિણામ છેડીને બાદર (સ્થૂલ) પરિણામવિશિષ્ટ બનવાથી ચાક્ષુષ થઈ શકે છે. એ સ્કને એમ થવામાં ભેદ તથા સંધાત બંને હેતુ અપેક્ષિત છે. જ્યારે કોઈ સ્કધમાં સૂક્ષ્મત્વ પરિણામની નિવૃત્તિ થઈ ચૂલત્વ પરિણામ ઉત્પન્ન થાય છે, ત્યારે કેટલાંક નવા અણુઓ તે સ્કંધમાં અવશ્ય મળી જાય છે. જ્યારે બીજા કેટલાંક અણુઓ એ સ્કંધમાંથી અલગ પણ થઈ જાય છે. સૂમત્વ પરિણામની નિવૃત્તિપૂર્વક પૂલત્વ પરિણામની ઉત્પત્તિ કેવળ સંઘાત એટલે અણુઓના મળવા માત્રથી જ થતી નથી, અને કેવળ ભેદ એટલે કે અણુઓના જુદા થવાથી પણ થતી નથી. સ્થૂલત્વબાદરવ–૨૫ પરિણામ સિવાય કોઈ સ્કધ ચાક્ષુષ તે થઈ શકો જ નથી. એથી અહીંયાં નિયમપૂર્વક કહ્યું છે કે ચાક્ષુષ સ્કંધ ભેદ અને સંઘાત બનેથી થાય છે.