________________
અધ્યાય ૫-સૂત્ર ૭-૧૧ - ૨૦૧ પુતલ અને બીજાં બેની વચમાં એટલે તફાવત છે , કે પુલના પ્રદેશ પિતાને સ્કધથી જુદા જુદા થઈ જાય છે પરંતુ બીજા ચાર દ્રવ્યના પ્રદેશ પિતપતાના સ્કધથી અલગ થઈ શકતા નથી; કેમ કે પુલથી ભિન્ન ચારે દ્રવ્ય અમૂર્ત છે, અને અમૂર્ત સ્વભાવ ખંડિત ન થવું એ છે. પુલદ્રવ્ય મૂર્ત છે, મૂર્તના ખંડ પણ હોઈ શકે છે, કેમ કે સંશ્લેષ અને વિષ દ્વારા ભેગા થવાની તથા છૂટા થવાની શક્તિ મૂર્ત દ્રવ્યમાં દેખાય છે. આ તફાવતના કારણથી પુલસ્ક ધના નાના મોટા બધા અંશને અવયવ કહે છે. અવયવને અર્થ જુદે થતા અંશ એ છે. - જો કે પરમાણુ પણ પુત્રલ દ્રવ્ય હેવાના કારણથી મૂર્ત છે તે પણ તેને વિભાગ થઈ શકતું નથી. કેમ કે તે આકાશના પ્રદેશની જેમ પુદ્ગલને નાનામાં નાને અંશ છે. પરમાણુનું જ પરિમાણ સૌથી નાનામાં નાનું પરિમાણ છે; એથી તે માત્ર અવિભાજ્ય અંશ છે.
અહીંયાં પરમાણુના ખંડ એટલે કે અંશ થતા નથી એમ જે કહ્યું છે, તે દ્રવ્ય વ્યક્તિરૂપે; પરંતુ પયયરૂપે નહિ. પર્યાયરૂપે તે એના પણ અંશની કલ્પના કરવામાં આવી છે; કેમ કે એક જ પરમાણુવ્યક્તિમાં વર્ણ, ગધ, રસ આદિ અનેક પર્યાય છે. તે બધા એ દ્રવ્યના ભાવરૂપ અંશે જ છે. એથી એક પરમાણુવ્યક્તિના પણ ભાવપરમાણુ અનેક માનવામાં આવે છે.
પ્રધર્મ આદિના પ્રદેશ અને પુતલના પરમાણુ વચ્ચે શું તફાવત છે ?