________________
અધ્યાય ૫ સૂત્ર ૧૭-૧૮
૨૧૧ છે, અથત ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ છવ અને પુલ જ છે, તે પણ નિમિત્તકારણ, જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે, તે ઉપાદાન કારણથી ભિન્ન હોવું જ જોઈએ. એથી જીવ-પુતલની ગતિમાં નિમિત્તરૂપે ધમસ્તિકાકાયની અને સ્થિતિમાં નિમિત્તરૂપે અધમસ્તિકાયની સિદ્ધિ થઈ જાય છે. આ અભિપ્રાયથી શાસ્ત્રમાં ધર્માસ્તિકાયનું લક્ષણ જ “ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવું અને અધમસ્તિકાયનું લક્ષણ સ્થિતિમાં નિમિત્ત થવુ” એટલું જ બતાવ્યું છે,
ધર્મ, અધર્મ, જીવ અને પુલ એ ચારે દ્રવ્ય ક્યાંક ને ક્યાક સ્થિત છે. અર્થાત આધેય થવું અથવા અવકાશ મેળવવો એ એમનું કાર્ય છે પરંતુ પોતાનામાં અવકાશ-સ્થાન આપવું એ આકાશનું કાર્ય છે. એથી જ અવગાહપ્રદાન એ જ આકાશનું લક્ષણ મનાય છે.
પ્ર–સાંખ્ય, ન્યાય, વૈશેષિક આદિ દર્શનેમાં આકાશ દ્રવ્ય માનવામાં આવ્યું છે, પરંતુ ધર્મ, અધર્મ દ્રવ્યને બીજા કોઈએ માન્યાં નથી, તે પછી જિનદર્શને એમને સ્વીકાર કેમ કર્યો છે?
ઉ–જડ અને ચેતન દ્રવ્ય જે દશ્ય અને અદશ્ય વિશ્વના ખાસ અંગ છે, એમની ગતિશીલતા તે અનુભવસિદ્ધ છે. જે કઈ નિયામક તત્વ ન હોય તે તે દ્રવ્ય પોતાની સહજ ગતિશીલતાના કારણથી અનત આકાશમાં ક્યાંય પણ ચાલી જઈ શકે છે જે એ ખરેખર અનંત આકાશમાં ચાલ્યાં જ જાય, તો આ દશ્યાદશ્ય વિશ્વનું નિયતસ્થાન જે સદા સામાન્ય