________________
૨૧૨
* તત્વાર્થસૂત્ર રૂપે એકસરખું નજરે પડે છે, તે કોઈ પણ રીતે ઘટી નહિ શકે. કેમ કે અનંત પુકલ અને અનંત જીવ વ્યક્તિઓ પણ અનપરિમાણ વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સંચાર કરશે; તેથી તે એવાં પૃથક્ થઈ જશે કે એમનું ફરીથી મળવું અને નિયત સુષ્ટિરૂપે નજરે આવી પડવું અસંભવિત નહિ તે કઠિન તે જરૂર થશે. આ કારણથી ઉપરનાં ગતિશીલ દ્રવ્યની ગતિમયદાને નિયંત્રિત કરતા તત્વને સ્વીકાર જૈન દર્શન કરે છે. એ જ તત્ત્વ ધમસ્તિકાય કહેવાય છે. ગતિમર્યાદાના નિયામકરૂપે ઉપરના તત્વને સ્વીકાર કર્યો પછી પણ એ જ દલીલથી સ્થિતિમયદાના નિયામકરૂપે અધમસ્તિકાય તત્વનો સ્વીકાર પણ જૈનદર્શન કરે છે.
પૂર્વ, પશ્ચિમ આદિ વ્યવહાર જે દિગદ્વવ્યનું કાર્ય મનાય છે, તેની ઉપપત્તિ આકાશની દ્વારા થઈ શકવાને લીધે દિગદ્રવ્યને આકાશથી જુદું માનવાની જરૂર નથી. પરંતુ ધર્મઅધર્મ દ્રવ્યનુ કાર્ય આકાશથી સિદ્ધ થઈ શકતું નથી. કેમ કે આકાશને ગતિ અને સ્થિતિનું નિયામક માનતાં તે અનંત અને અખંડ હોવાથી જડ તથા ચેતન દ્રવ્યને પિતાનામાં સર્વત્ર ગતિ અને સ્થિતિ કરતાં રોકી નહિ શકે. અને એમ થવાથી નિયત દક્યાદસ્થ વિશ્વના સંસ્થાનની અનુપત્તિ થઈ જશે. એથી ધર્મ અધર્મ દ્રવ્યને આકાશથી જુદુ – સ્વતંત્ર માનવું એ ન્યાયપ્રાપ્ત છે. જ્યારે જડ અને ચેતન ગતિશીલ જ છે, ત્યારે મર્યાદિત આકાશ ક્ષેત્રમાં તેમની ગતિ નિયામક સિવાય જ પિતાના સ્વભાવથી માની શકાતી નથી. એથી ધર્મ અધર્મ દ્રવ્યનું અસ્તિત્વ યુક્તિસિદ્ધ છે. [૧૭–૧૮]