________________
અચાય પસૂત્ર ૨૨
૨૧૫ ઉપર ઉપકાર કરે છે. માલિક પૈસા આપી નેકરની પ્રતિ ઉપકાર કરે છે અને નોકર હિત અથવા અહિતનું કામ કરી માલિક ઉપર ઉપકાર કરે છે. આચાર્ય સત્કર્મને ઉપદેશ કરી એના અનુષ્ઠાન દ્વારા શિષ્યો ઉપર ઉપકાર કરે છે, અને શિષ્ય અનુકૂલ પ્રવૃત્તિ દ્વારા આચાર્ય ઉપર ઉપકાર કરે છે. [૧] * હવે કાર્ય દ્વારા કાળનું લક્ષણ કહે છે: वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य । २२ ।
વર્તન, પરિણામ, ક્રિયા અને પરવાપરત્વ એ કાળના ઉપકાર છે.
કાળને સ્વતંત્ર દ્રવ્ય માનીને અહીયાં એના ઉપકાર બતાવ્યા છે. પિતતાના પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તન માન ધર્મ આદિ દ્રવ્યને નિમિત્તરૂપે પ્રેરણું કરવી એ વર્જના કહેવાય છે. પોતાની જાતિને ત્યાગ કર્યા વિના થતા દ્રવ્યને અપરિસ્પંદરૂપ પર્યાય જે પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિરૂપે છે, એને પરિણામ સમજવો આ પરિણામ છવમાં જ્ઞાનાદિ તથા ક્રોધાદિ, પુલમાં નીલ, પીત વર્ણાદિ અને ધર્માસ્તિકાય આદિ બાકીનાં દ્રવ્યમાં અગુરલા ગુણની હાનિ-વૃદ્ધિરૂપ છે. ગતિ (પરિસ્પદ) જ ક્રિયા છે. પરત્વ એટલે ચેષ્ઠ અને અપરત્વ એટલે કનિષ્ઠત્વ.
જો કે વર્તના આદિ કાર્ય યથાસ ભવ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યનું જ છે, તથાપિ કાળ બધામાં નિમિત્તકારણ હેવાથી અહીંયાં તેનું કાળના ઉપકારરૂપે વર્ણન કર્યું છે. [૨]