________________
૨૦૮
તાથસૂત્ર ધમસ્તિકાય આદિ દ્રવ્યની માફક જીવ દ્રવ્ય પણ અમૂર્ત છે. તે પછી એકનું પરિમાણ વધતું-ઘટતું નથી અને બીજાનું કેમ વધે-ઘટે છે? આ પ્રશ્નનો ઉત્તર સ્વભાવભેદ સિવાય બીજો કાંઈ નથી. જીવતત્વનો સ્વભાવ જ એ છે કે તે નિમિત્ત મળતાં જ પ્રદીપની જેમ સકેચ અને વિકાસને પ્રાપ્ત કરે છે. જેમ ખુલ્લી જગ્યામાં રાખેલા પ્રદીપને પ્રકાશ અમુક પરિમાણ હોય છે, પરંતુ એને જ્યારે એક કોટડીમાં રાખવામાં આવે છે ત્યારે એનો પ્રકાશ કોટડીના જેટલો જ બની જાય છે, પછી એને એક કુડા નીચે રાખીએ તે તે કુંડાની અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે, લેટાની નીચે રાખીએ તે એને પ્રકાશ એટલે જ થઈ જાય છે, તેમ – એ પ્રદીપની માફક છવદ્રવ્ય પણ સંકોચ-વિકાસશીલ છે. એથી તે જ્યારે જ્યારે જે નાના અથવા મોટા શરીરને ધારણ કરે છે ત્યારે ત્યારે તે શરીરના પરિમાણુ પ્રમાણે એના પરિમાણમાં સ કે વિકાસ થાય છે.
અહીંયાં એ પ્રશ્ન થાય છે કે જે જીવ સંકોચસ્વભાવના કારણથી માને છે ત્યારે તે કાકાશના અસંખ્યાત પ્રદેશરૂપ અસંખ્યાતમા ભાગથી નાના ભાગમાં અર્થાત આકાશના એક પ્રદેશ ઉપર અથવા બે, ચાર, પાંચ આદિ પ્રદેશ ઉપર કેમ સમાઈ શકતે નથી? એ જ રીતે જે એને સ્વભાવ વિકાસત થવાને હોય તે તે વિકાસ દ્વારા સંપૂર્ણ લેકકાશની માફક અકાકાશને વ્યાપ્ત કેમ નથી કરતે? એને ઉત્તર એ છે કે, સંકેચની મર્યાદા કાર્મણ શરીર ઉપર નિર્ભર છે. કઈ પણ કાર્મણ શરીર અંગુલાસખ્યાત ભાગથી નાનું થઈ શકતું નથી; એથી છવનું સંકેચકાય પણ ત્યાં સુધી જ