________________
અધ્યાય ૫-સૂત્ર ૧૨-૧૩ ૨૦૭ આધારક્ષેત્ર એ ભાગથી બમણું પણ માનવામાં આવે છે. આ રીતે એ છવાનું અથવા છવાન્તરનું આધારક્ષેત્ર ત્રણગણું, ચારગણ, પાંચગણુ આદિ ક્રમથી વધતાં વધતાં ક્યારેક અસંખ્યાતગણું અથત સર્વ કાકાશ થઈ શકે છે. એક જીવનું . આધારક્ષેત્ર સર્વ લોકાકાશ ત્યારે જ થઈ શકે છે જ્યારે તે જીવ કેવલિસમુઘાતની દશામાં હોય છે. જીવન પરિમાણની જૂનાધિતાને લીધે એના આધારક્ષેત્રના પરિમાણની જે જૂનાધિકતા ઉપર કહી છે, તે એક જીવની અપેક્ષાએ સમજવી જોઈએ; સર્વ જીવરાશિની અપેક્ષાએ તે જીવતત્વનું આધારક્ષેત્ર સંપૂર્ણ કાકાશ જ છે.
હવે પ્રશ્ન એ થાય છે કે, તુલ્ય પ્રદેશવાળા એક છવ દ્રવ્યના પરિમાણમાં કાળભેદથી જે જૂનાધિક્તા દેખાઈ આવે છે, અથવા ભિન્નભિન્ન છના પરિમાણમાં એક જ સમયમાં જે જૂનાધિકતા દેખાય છે, એનું કારણ શું છે? એને ઉત્તર અહીંયાં એ આપ્યા છે કે, કર્મ, જે અનાદિ કાળથી જીવની સાથે લાગેલાં છે અને જે અનંતાનંત અણુપ્રચયરૂપ હોય છે, એમના સંબંધથી એક જ છવના પરિમાણમાં અથવા વિવિધ જીને પરિમાણમાં વિવિધતા આવે છે. કર્મો સદા એકસરખાં રહેતાં નથી. એમના સંબંધથી ઔદારિક આદિ જે અન્ય શરીર પ્રાપ્ત થાય છે, તે પણ કર્મ અનુસારે નાનામોટાં હોય છે. છવદ્રવ્ય વસ્તુત હોય છે તે અમૂર્ત, પરંતુ તે કર્મસંબંધને લીધે મૂર્તવત બની જાય છે. એથી જ્યારે જ્યારે જેટલું જેટલું ઔદારિકાદિ શરીર એને પ્રાપ્ત થાય છે, ત્યારે ત્યારે એનું પરિમાણ તેટલું જ હોય છે.