________________
૨૦૬
તત્ત્વાર્થસૂત્ર પુલ દ્રવ્યને સૌથી મોટામાં મેસ્કધ જેને અચિત્તા મહાત્કંધ કહે છે અને જે અનંતાનંત અણુઓને બનેલ હેય છે, તે પણ અસંખ્યાત પ્રદેશ કાકાશમાં જ સમાય છે.
જૈનદર્શનમાં આત્માનું પરિમાણ આકાશની માફક વ્યાપક નથી અને પરમાણુની માફક અણું પણ નથી, કિન્તુ મધ્યમ પરિમાણુ માનવામાં આવે છે; જે કે બધા આત્માઓનું માધ્યમ પરિમાણુ પ્રદેશસંખ્યાની દષ્ટિએ સમાન છે, છતાં પણ બધાની લંબાઈ-પહોળાઈ આદિ એકસરખાં પણ નથી. એથી પ્રશ્ન થાય છે કે જીવ દ્રવ્યનું આધારક્ષેત્ર ઓછામાં ઓછું અને અધિકમાં અધિક કેટલું માનવામાં આવે છે? આ પ્રશ્નનો ઉત્તર અહીંયાં એ આવે છે કે એક જીવનું આધારક્ષેત્ર લોકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશ સુધી હોઈ શકે છે. જો કે કાકાશ અસંખ્યાત પ્રદેશ પરિમાણ છે, તે પણ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકાર હોવાથી લોકાકાશના એવા અસખ્યાત ભાગની કલ્પના કરી શકાય છે કે જે અંગુલાસંખ્યય ભાગ પરિમાણું હોય છે. આટલો નાને એક ભાગ પણ અસંખ્યાતપ્રદેશાત્મક જ હોય છે. એ એક ભાગમાં કોઈ એક જીવ રહી શકે છે. એટલા એટલા બે ભાગમાં પણ રહી શકે છે. એ રીતે એક એક ભાગ વધતાં વધતાં આખરના સર્વ લોકમાં પણ એક જીવ રહી શકે છે. અથત છવ દ્રવ્યનું નાનામાં નાનું આધારક્ષેત્ર અંગુલાસંખ્યય ભાગ પરિમાણ લોકાકાશને ખંડ હોય છે, જે સમગ્ર લેકાકાશને એક અસંખ્યાતમો ભાગ જ હોય છે. એ જીવનું કાળાન્તરે, અથવા એ જ સમયે બીજા જીવનું, કંઈક મેટું