________________
૨૦૦
તત્વાર્થસૂત્ર અણુ-પરમાણુને પ્રદેશ હોતા નથી.
ધર્મ અધમ આદિ ચાર અજીવ અને જીવ એ પાંચ દ્રવ્ય માટે “કાય’ શબ્દ વાપરી પહેલાં એ સૂચિત કર્યું છે કે પાંચ દ્રવ્યો અસ્તિકાય અર્થાત પ્રદેશપ્રચયરૂપ છે; પરંતુ એ પ્રદેશની વિશેષ સંખ્યા પહેલાં બતાવી નથી. તે સંખ્યા અહીંયાં બતાવવામાં આવી છે.
ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય એ પ્રત્યેક દ્રવ્યના પ્રદેશ અસંખ્યાત છે. પ્રદેશને અર્થ એક એવે સૂક્ષ્મ અંશ છે કે, જેના બીજા અંશેની કલ્પના સર્વજ્ઞની બુદ્ધિથી પણ થઈ શકતી નથી; એવા અવિભાજ્ય સૂક્ષ્માંશને નિરશ અંશ પણ કહે છે. ધર્મ, અધર્મ એ બન્ને દ્રવ્ય એક એક વ્યક્તિરૂપ છે, અને એમના પ્રદેશ – અવિભાજ્ય અંશ અસંખ્યાત, અસંખ્યાત છે; એમ કહેવાથી એ ફલિત થાય છે કે ઉકા બને દ્રવ્ય એક એવા અખંડ સ્કધરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજ્ય સૂક્ષ્મ અંશ ફક્ત બુદ્ધિથી કલ્પિત કરી શકાય છે, તે વસ્તુભૂત સધથી અલગ કરી શકાતા નથી.
જીવ દ્રવ્ય વ્યક્તિરૂપે અનત છે. પ્રત્યેક જીવ વ્યક્તિ એક અખંડ વસ્તુ છે, જે ધમૌરિતકાયની માફક અસંખ્યાત પ્રદેશપરિમાણ છે
આકાશ દ્રવ્ય બીજાં બધાં દ્રવ્યોથી મેટે કંધ છે; કેમકે તે અનંતપ્રદેશપરિમાણ છે.
પુતલદ્રવ્યના સ્કંધ ધર્મ, અધર્મ આદિ બીજા ચાર દ્રવ્યની માફક નિયતરૂપ નથી. કેમ કે કઈ પુલસ્કંધ સંખ્યાત પ્રદેશોને હોય છે, કેઈ અસંખ્યાત પ્રદેશને, કેઈ અને પ્રદેશ અને કેઈ અનંતાનંત પ્રદેશને પણ હોય છે.