________________
અધ્યાય ૧- સૂત્ર ર૦ ઉ–અંગબાહ્ય, અંગપ્રવિષ્ટ રૂપે શ્રુતજ્ઞાનના બે પ્રકાર • છે. એમાંથી અંગબાહ્ય કૃત ઉકાલિક, કાલિક એવા ભેદથી અનેક પ્રકારનું છે, અને અંગપ્રવિષ્ટ કૃત આચારાંગ, સૂત્રકૃતાગ આદિ રૂપે બાર પ્રકારનું છે.
પ્ર૮-અ ગબાહ્ય અને અંગપ્રવિષ્ટ તફાવત કરી અપેક્ષાએ છે?
ઉ–વક્તાના ભેદની અપેક્ષાએ. તીર્થંકરે દ્વારા પ્રકાશિત જ્ઞાનને એમના પરમ બુદ્ધિમાન સાક્ષાત શિષ્ય ગણધરેએ ગ્રહણ કરી એ જ્ઞાનને દ્વાદશાંગી રૂપે સુત્રબદ્ધ કર્યું તે જાવેદ. અને સમયના દેપથી બુદ્ધિ, બળ તેમ જ આયુષને ઘટતાં જોઈ સર્વસાધારણના હિતને માટે એ દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષય ઉપર ગણધર પછીના શુદબુદ્ધિ આચાર્યોએ જે શાસ્ત્રો રચ્યાં તે વાવાહ્ય, અર્થાત જે શાસ્ત્રના રચનાર ગણધર હેય તે અંગપ્રવિષ્ટ અને જેના રચનાર અન્ય આચાર્ય હોય તે અંગબાણ.
પ્ર–બાર અંગે ક્યાં? અને અનેકવિધ અંગબાઇમાં મુખ્યપણે કયા કયા પ્રાચીન ગ્રંથ ગણાય છે?
ઉ – આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાધ્યયન, અંતકશા, અનુત્તરીપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ એ ૧૨ અંગ છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છે આવશ્યક તથા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, કલ્પ,