________________
અદિયાય ૨- સૂત્ર ર૧૩૧
૧૧૩ બે વિગ્રહવાળી અને ચાર સમયની ત્રણ વિગ્રહવાળી ગતિમાં અનાહારક સ્થિતિ મળી આવે છે; તે એટલા માટે કે એ બને ગતિઓના ક્રમપૂર્વક ત્રણ અને ચાર સમયેમાંથી પહેલે સમય ત્યક્ત શરીર દ્વારા કરેલા આહારને અને અતિમ સમય ઉત્પત્તિસ્થાનમાં લીધેલા આહારને છે પરંતુ એ પ્રથમ તથા અંતિમ બે સમાને છેડીને વચલે કાલ આહારશૂન્ય હોય છે, એથી જ ડિવિગ્રહગતિમાં એક સમય અને ત્રિવિગ્રહગતિમાં બે સમય સુધી જીવ અનાહારક માનવામાં આવે છે. એ જ ભાવ પ્રસ્તુત સૂત્રમાં પ્રગટ કર્યો છે. સારાશ એ છે કે, જુગતિ અને એક વિગ્રહગતિમાં આહારક દશા જ રહે છે, અને દિવિગ્રહ તથા ત્રિવિગ્રહગતિમાં પ્રથમ અને ચરમ બે સમયને છોડીને અનુક્રમે મધ્યવર્તી એક તથા બે સમય પર્યત અનાહારક દશા રહે છે કઈ કઈ સ્થળે ત્રણ સમય પણ અનાહારક દશાના માનવામાં આવે છે, તે પાંચ સમયની ચાર વિગ્રહવાળી ગતિના સંભવની અપેક્ષાએ સમજવું
પ્ર–અંતરાલ ગતિમાં શરીરપષક આહારરૂપે સ્કૂલ પુલના ગ્રહણને અભાવ તે સમજાય, પરંતુ એ સમયે કર્મપુદ્ગલનું ગ્રહણ કરાય છે કે નહિ ?
ઉ–કરાય છે. પ્ર–કેવી રીતે?
ઉ–અંતરાલગતિમાં પણ સંસારી જીવોને કાશ્મણ શરીર અવશ્ય હોય છે, એથી એ શરીરજન્ય આત્મપ્રદેશનું કંપન, જેને કામણગ કહે છે, તે પણ અવશ્ય હોય છે જ.
જ્યારે વેગ હોય છે ત્યારે કર્મપુતલનું ગ્રહણ પણ અનિવાર્ય હોય છે, કેમ કે યોગ જ કર્મવર્ગણાના આકર્ષણનું કારણ છે. ત ૮