________________
અધ્યાય ૩ -સૂત્ર ૧-૩
રૂપથી અસંખ્યાત ચેન્જિન પ્રમાણ હેાવા છતાં પણ પરસ્પર તુલ્ય નથી, અર્થાત્ પ્રથમ ભૂમિની નીચેના ધનવાતવલય તથા તનુવાતવલયની અસંખ્યાત ચેાજન પ્રમાણુ જાડાઈથી બીજી ભૂમિની નીચેના બનવાતવલય તથા તનુવાતત્રલયની જાડાઈ વિશેષ છે. એ જ ક્રમથી ઉત્તરઉત્તર છઠ્ઠી ભૂમિના ધનવાત, તનુવાત વલયથી સાતમી ભૂમિના ધનવાત, તનુવાત વલયની જાડાઈ વિશેષ વિશેષ છે. એ રીતે આકાશનું પશુ સમજવું.
પહેલી ભૂમિ રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા કહેવાય છે. એ રીતે શર્કરા એટલે કે કાંકરાની બહુલતાને લીધે ખીજી શર્કરાપ્રભા, વાલુકા એટલે કે રેતીની મુખ્યતાને લીધે ત્રીજી વાલુકાપ્રભા, પૈક એટલે કે કાદવની અધિકતાથી ચેાથી પકપ્રભા, ધૂમ એટલે કે ધુમાડાની અધિકતાથી પાચમી ધૂમપ્રભા, તમ- એટલે કે અધારાની વિશેષતાથી છઠ્ઠી તમઃપ્રભા અને મહાતમ. એટલે ધન અધકારની પ્રચુરતાથી સાતમી ભૂમિ મહાતમપ્રભા કહેવાય છે. એ સાતેનાં નામ ક્રમપૂર્વક ધર્માં, વંશા, શૈલા, અજના, રિષ્ટા, માધવ્યા અને માધવી છે.
રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ ભાગ છે. પહેલા ખરકાંડ રત્નપ્રચુર છે; જે સૌથી ઉપર છે. તેની જાડાઈ ૧૬ હજાર ચેાજન પ્રમાણ છે. એની નીચેના ખીજો કાંડ ૫ કખર્ડુલ કાવથી ભરેલે છે, જેની જાડાઈ ૮૪ હજાર યેાજન છે. એની નીચેના ત્રીજો ભાગ જલબહુલ – પાણીથી ભરેલા છે; જેની જાડાઈ ૮૦ હજાર ચેાજન છે. ત્રણે કાડાની જાડાઈના સરવાળા કરીએ તે એક લાખ એંશી હજાર યેાજન થાય છે.
-
આ પહેલી ભૂમિની જાડાઈ થઈ. ખીજીથી લઈ સાતમી ભૂમિ સુધીમાં આવા વિભાગ નથી. કેમ કે એમા શર્કરા વાલુકા