________________
અધ્યાય ૪-સૂત્ર ૮-૧૦ ૧૭ ઈશાન સુધીના દેવો કાયપ્રવીચાર એટલે કે શરીરથી વિષયસુખ ભોગવવાવાળા છે.
બાકીના દેવે બે બે કપમાં ક્રમથી સ્પર્શ, રૂપ, શબ્દ અને સંકલ્પ દ્વારા વિષયસુખ ભેગવે છે.
બીજા બધા દેવ પ્રવીચારરહિત અર્થાત વૈષયિક સુખભોગથી રહિત હોય છે.
ભવનપતિ, વ્યતર, તિષ્ક અને પહેલા તથા બીજા સ્વર્ગના વૈમાનિક, આટલા દે મનુષ્યની માફક કામસુખને અનુભવ કરીને પ્રસન્નતા મેળવે છે.
ત્રીજા સ્વર્ગથી માંડીને ઉપરના વૈમાનિક દે મનુષ્યની સમાન સવાંગોના શરીરસ્પર્શ દ્વારા કામસુખ ભોગવતા નથી; કિન્તુ બીજીબીજી રીતે તેઓ વૈષયિક સુખને અનુભવ કરે છે. જેમ કે, ત્રીજા અને ચોથા સ્વર્ગના દેવ તે દેવીઓના માત્ર સ્પર્શથી કામતૃષ્ણની શાંતિ કરી લે છે અને સુખને અનુભવ કરે છે; પાંચમા અને છઠ્ઠા સ્વર્ગના દેવ, દેવીઓના સુસજિત રૂપને જોઈને જ વિષયજન્ય સુખ સંતોષ મેળવી લે છે, સાતમા અને આઠમા સ્વર્ગના દેવેની કામવાસના દેવીઓના માત્ર વિવિધ શબ્દ સાંભળવાથી શાન્ત થઈ જાય છે, અને તેમને વિષયસુખના અનુભવને આનંદ મળે છે; નવમા અને દશમા, અગિયારમા અને બારમા એ બે જેડીએના અર્થત ચાર સ્વર્ગોના દેવની વૈષાયિક તૃપ્તિ ફક્ત દેવીઓના ચિન્તન માત્રથી જ થઈ જાય છે, આ તૃપ્તિને માટે એમને દેવીઓના સ્પર્શની કે રૂપ જેવાની કે ગીત આદિ સાંભળવાની અપેક્ષા રહેતી નથી. સારાંશ એ છે કે બીજા