________________
અધ્યાય ૪- સૂત્ર ૧૫-૨૦
૧૭૧ વૈજયંત, જયંત, અપરાજિત તથા સર્વાર્થસિદ્ધમાં એમને નિવાસ છે.
રવિ ભવનપત્તિ. દશે પ્રકારના ભવનપતિ જંબૂપિમાં આવેલા સુમેરુ પર્વતની નીચે એના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તીરછા અનેક કટાકોટિ લક્ષ જન સુધી રહે છે. અસુરકુમાર મેટે ભાગે આવાસોમાં અને કયારેક ભવનોમાં વસે છે, તથા નાગકુમાર આદિ બધા મેટે ભાગે ભવનમાં જ વસે છે. રત્નપ્રભાના પૃથ્વીપિંડમાંથી ઊચે, નીચે એક એક હજાર યોજન છેડી દઈને વચલા એક લાખ અઠ્ઠોતેર હજાર જનપરિમાણુ ભાગમાં આવાસો દરેક જગ્યાએ છે; પરતું ભવને તે રત્નપ્રભામાં નીચે નેવું હજાર જનપરિમાણુ ભાગમાં જ હોય છે. આવાસ મેટા મંડપ જેવા હોય છે અને ભવન નગર જેવા હોય છે. ભવન બહારથી ગાળ, અદરથી સમચતુષ્ક અને તળિયે પુષ્કરકર્ણિકા જેવાં હોય છે.
બધા ભવનપતિ, કુમાર એટલા માટે કહેવાય છે કે તેઓ કુમારની માફક જવામાં માહર તથા સુકુમાર હેય છે, અને મૃદુ, મધુરગતિવાળા તથા ક્રીડાશીલ હોય છે. દશે પ્રકારના ભવનપતિનાં ચિહ્ન આદિ સ્વરૂપ સંપત્તિ જન્મથી જ પિતતાની જાતિમાં જુદી જુદી હોય છે. જેમ કે અસુર કુમારેને મુકુટમાં ચૂડામણિનું ચિહ્ન હોય છે. નાગકુમારોને નાગનુ, વિશુકુમારોને વજનું, સુપર્ણકુમારને ગરુડનું, અગ્નિકુમારને ઘડાનું, વાયુકુમારને અશ્વનું, સ્વનિતકુમારોને
૧. “સગ્રહણમાં ઉદપિકુમારને અયન અને વાયુમારને મદરનું ચિફ લખ્યુ છે, ગા. ૨૬