________________
અધ્યાય ૪- સુત્ર ૨૭
૧૮૫ થયાં છે. અહીં એટલી વિશેષતા જાણી લેવી જોઈએ કે આ બન્ને સૂત્રોના મૂળ ભાષ્યમાં લોકાંતિક દેવના આઠ જ ભેદ બતાવ્યા છે; દિગબર સૂત્રપાઠ પ્રમાણે પણ આઠ જ સખા જણાય છે, તેમા ભરતને ઉલ્લેખ નથી. અલબત્ત, ઠાણુગ આદિ સૂત્રમાં નવ ભેદ દેખાય છે; (ઉત્તમ ચરિત્રમાં તે દશ ભેદેને પણ ઉલ્લેખ છે) તેથી એમ જણાય છે કે મૂળસૂત્રમાં હતો' પાઠ પ્રક્ષિપ્ત થયેલ છે. [૨૫-૨૬] - હવે અનુત્તર વિમાનના દેવેનુ વિશેષત્વ કહે છેઃ
વિલાઇ દિવરમઃ ૨૭ | વિજયાદિમાં દેવ, દ્વિચરમ - ફકત બે વાર મનુષ્ય જન્મ ધારણ કરવાવાળા – હોય છે.
અનુત્તર વિમાનના પાંચ પ્રકાર છે. એમાંથી વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનમાં જે દે રહે છે, તે દિચરમ હોય છે. અર્થાત તે અધિકમાં અધિક બે વાર મનુષ્યજન્મ ધારણ કરી મેક્ષ પામે છે. એને - ક્રમ આ પ્રમાણે છે: ચાર અનુત્તર વિમાનથી યુત થયા પછી મનુષ્યજન્મ, એ જન્મની પછી અનુત્તર વિમાનમાં દેવ જન્મ, ત્યાંથી પાછો મનુષ્ય જન્મ અને તે જ જન્મમાં મેક્ષ. પરંતુ સર્વાર્થસિહવિમાનવાસી દે ફક્ત એક જ વાર મનુષ્યજન્મ લે છે; ને એ વિમાનથી ચુત થયા પછી મનુષ્યત્વ ધારણ કરી એ જન્મમાં જ મેક્ષ પ્રાપ્ત કરે છે. અનુત્તરવિમાનવાસી સિવાય બીજા કેઈ પણ પ્રકારના દેવા માટે કાંઈ નિયમ નથી; કેમ કે કેઈક તે એક જ વાર મનુષ્ય જન્મ લઈ મેક્ષ પામે છે, કોઈ બે વાર, કેઈ ત્રણ વાર, કોઈ ચાર વાર અને કઈ એથી પણ અધિક વાર જન્મ ધારણ કરે છે. [૨૭] '