________________
૧૯૪
તત્વાર્થસૂત્ર બ્રહ્મલેક એ જ કાન્તિક દેવેનું આલય - નિવાસસ્થાન છે.
સારસ્વત, આદિત્ય, વહિ, અરુણ, ગદતેય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ એ લોકાતિક છે.
લોકાંતિક દેવો વિષયતિથી રહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે. તેઓ પરસ્પર નાના મોટા ન હોવાથી બધા સ્વતંત્ર છે અને તિર્થંકરના નિષ્ક્રમણ એટલે કે ગૃહત્યાગના સમયે એમની સામે ઊભા રહી “સુક્ષદ વુમદ શબ્દ દ્વારા પ્રતિબેધ કરવાના પિતાના આચારનું પાલન કરે છે. તે બ્રહ્મલોક નામના પાંચમા સ્વર્ગની ચારે બાજુની દિશાઓવિદિશાઓમાં રહે છે, બીજે ક્યાંય રહેતા નથી. તે બધા ત્યાંથી ચુત થઈ મનુષ્યજન્મ લઈમેક્ષ પ્રાપ્ત કરે છે
દરેક દિશા, દરેક વિદિશા અને મધ્યભાગમાં એકએક જાતિ વસવાના કારણે એમની કુલ નવ જાતિઓ છે. જેમ કે, પૂર્વોત્તર એટલે કે ઈશાન ખૂણામાં સારસ્વત, પૂર્વમાં આદિત્ય, પૂર્વદક્ષિણ એટલે અગ્નિ ખૂણામાં વહિ, દક્ષિણમાં અરુણ, દક્ષિણપશ્ચિમમાં એટલે નૈઋત્ય ખૂણામાં ગઈતોય, પશ્ચિમમાં તુષિત, પશ્ચિમોત્તર એટલે વાયવ્ય ખૂણામાં અવ્યાબાધ, ઉત્તરમાં ભારત અને વચમાં અરિષ્ટ નામના કાંતિક દે રહે છે. એમનાં સારસ્વત આદિ નામ વિમાનના નામથી પ્રસિદ્ધ
દિગબર સંપ્રદાયમાં આ સૂત્રને અંતિમ ભાગ “ચાવાયાવિષ્ટાચ એ પાઠ છે તેથી અહીં સ્પષ્ટ રીતે અરિષ્ટ નામ જ કલિત થાય છે, રિષ્ઠ નહિ તેમ જ મરુતનું વિધાન પણ નથી.