________________
૧૯૦
તાવાર્થસૂત્ર સૌધર્મદિની જધન્ય સ્થિતિ અનુક્રમે આ પ્રમાણે છેઃ પહેલા સ્વર્ગમાં એક પલ્યોપમની, બીજામાં પાપમથી કાંઈક અધિક, ત્રીજામાં બે સાગરોપમની, ચેથામાં બે સાગરેપમથી કાંઈક અધિક સ્થિતિ છે. પાંચમાથી આગળ બધા દેવલોકમાં જાન્ય સ્થિતિ તે જ છે જે પોતપોતાની અપેક્ષાએ પૂર્વ પૂર્વ દેવલેકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય. આ નિયમ પ્રમાણે ચેથા દેવલની કાંઈક અધિક સાત સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ એ જ પાંચમા દેવલેકમાં જઘન્ય સ્થિતિ છે; પાંચમાની દશ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ છઠ્ઠામાં જઘન્ય સ્થિતિ છે, છઠ્ઠીની ચૌદ સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાતમાની જઘન્ય સ્થિતિ છે. સાતમાની સત્તર સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ આઠમામાં જઘન્ય; આઠમાની અઢાર સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ નવમાદશમામાં જઘન્ય, નવમા-દશમાની વીશ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ અગિયારમા અરમાની જધન્ય; અગિયારમાબારમાની બાવીશ સાગરેપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રથમ રૈવેયકની જધન્ય સ્થિતિ છે એ રીતે નીચેનીચેના રૈવેયકની ઉત્કૃષ્ટ સ્થિતિને ઉપર ઉપરના રૈવેયકની જઘન્ય સ્થિતિ સમજવી. આ કમે નવમા ગ્રેવેયકની જધન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમની થાય છે. ચાર અનુત્તર વિમાનની જઘન્ય સ્થિતિ એકત્રીસ 'સાગરેપની છે. સર્વાર્થસિદ્ધમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમાં અંતર નથી; અર્થાત તેત્રીસ સાગરેપમની સ્થિતિ છે. [૩૯-૪૨] હવે નારકોની જઘન્યસ્થિતિ કહે છેઃ
नारकाणां च द्वितीयादिषु । ४३।