________________
અધ્યાય ૪- સૂત્ર ૩૩ ૩૬ શેષ ઇન્દ્રોની સ્થિતિ પણ બે પાપમની છે.
બે અસુરે કોની સ્થિતિ ક્રમથી સાગરેપમ અને કંઈક અધિક સાગરોપમની છે.
અહીંયાં ભવનપતિનિકાયની જે સ્થિતિ બતાવી છે, તે ઉત્કૃષ્ટ સમજવી જોઈએ; કેમ કે જધન્ય સ્થિતિનું વર્ણન આગળના પિસ્તાળીસમા સત્રમાં આવવાનું છે. ભવનપતિનિકાયના અસુરકુમાર, નાગકુમાર આદિ દશ ભેદે પહેલાં કહ્યા છે. દરેક ભેદના દક્ષિણાધના અધિપતિ અને ઉત્તરાર્ધના અધિપતિરૂપે બે બે ઈદ્ધ છે; તેમનું વર્ણન પહેલાં જ કરી દીધુ છે. એમાંથી દક્ષિણ અને ઉત્તરના બે અસુરેદોની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે: દક્ષિણાધના અધિપતિ અમર નામના અસુરેંદ્રની સ્થિતિ એક સાગરોપમની અને ઉત્તરાર્ધન અધિપતિ બલિ નામના અસુરેંદ્રની સ્થિતિ સાગરેપમથી કાંઈક અધિક છે. અસુરકુમારને છોડીને બાકીના નાગકુમાર આદિ નવ પ્રકારના ભવનપતિના દક્ષિણાર્ધના ધરણેન્દ્ર આદિ જે નવ હક છે, એમની સ્થિતિ દેઢ પલ્યોપમની અને જે ઉત્તરાર્ધના ભૂતાનંદ આદિ નવ ઇંદ્ર છે, એમની સ્થિતિ પણ બે પલ્યોપમની છે [૩૦-૩૨]. હવે વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરે છેઃ
सौधर्मादिषु यथाक्रमम् । ३३ । તાપ રૂછી अधिके च । ३५॥ રત રાહુમારે ! રૂા