________________
૧૭૧
તાવાર્થ સૂત્ર ઈત્યાદિ અનેક પ્રકારને લૌકિક કાળવિભાગ સૂર્યની ગતિક્રિયાથી કરવામાં આવે છે. જે ક્રિયા ચાલુ હોય તે વર્તમાનકાળ, જે થવાની છે તે અનાગતકાળ અને જે થઈ ચૂકી છે તે અતીતકાળ. જે કાળ ગણતરીમાં આવી શકે તે સંય, જે ગણતરીમાં નથી આવી શકો પણ ફક્ત ઉપમાન દ્વારા જાણી શકાય છે તે અસંખ્યય, જેમ કે, પલ્યોપમ, સાગરેપમ આદિ; અને જેને અંત નથી તે અનંત. [૧૫]
ચિર નિદ: મનુષ્યલોકની બહારનાં સૂર્ય આદિ તિષ્ક વિમાને સ્થિર છે. કેમ કે એમના વિમાન સ્વભાવથી એક જગ્યાએ જ કાયમ રહે છે, અહી તહીં ભમતાં નથી. આ કારણથી એમની લેસ્યા અને એમને પ્રકાશ પણ એક રૂપે સ્થિર છે; અથત ત્યાં રાહુ આદિની છાયા ન પડવાથી જ્યોતિષ્કને સ્વાભાવિક પળે રંગ જેમને તેમ રહે છે, અને ઉદય અસ્ત ન હોવાથી લક્ષ યોજનપરિમાણુ પ્રકાશ પણ એકસરખો સ્થિર રહે છે. [૧૬]
સૈનિક સેવઃ ચતુર્થ નિકાયના દેવ વૈમાનિક કહેવાય છે. એમનું વૈમાનિક એ નામ માત્ર પારિભાષિક છે; કેમ કે વિમાનથી ચાલતા એવા તો બીજા નિકાયના દેવો પણ હોય છે.
વૈમાનિકના કોપપન્ન અને કલ્પાતીત એવા બે ભેદ હોય છે. જે કપમાં રહે છે તે કાપપન્ન અને જે કહ૫ની બહાર રહે છે તે કલ્પાતીત કહેવાય છે. આ બધા વૈમાનિક એક સ્થાનમાં લેતા નથી, કે તીરછા પણ હોતા નથી; કિન્તુ એક બીજાની ઉપર ઉપર રહેલા હોય છે.[૧૮–૧૯]
કલ્પના સૌધર્મ, ઐશાન આદિ બાર ભેદ છે. એમાંથી સૌધર્મ કલ્પ જ્યોતિશ્ચની ઉપર અસંખ્યાત જન ચડ્યા