________________
૧૮૦'
તરવાથસૂત્ર ઓછીઓછી થતી જાય છે. સાનકુમાર આદિ દેવો જેમની જઘન્ય સ્થિતિ બે સાગરેપમ હેય છે, તે અધભાગમાં સાતમા નરક સુધી અને તીરછા ભાગમાં અસંખ્યાત હજાર છેડાડિ જન પર્યત જવાનું સામર્થ રાખે છે. એમની પછીના દેવને ગતિવિષય ઘટતાંઘટતાં એટલે બધો ઘટી જાય છે કે ઉપરના દેવો વધારેમાં વધારે ત્રીજા નરક સુધી જ જઈ શકે છે. શક્તિ ગમે તેટલી હોય તે પણ કોઈ દેવ નીચેના ભાગમાં ત્રીજા નરકથી આગળ ગયા નથી અને જશે નહિ.
૨. શરીરનું રિમાન: એ અનુક્રમે પહેલા-બીજા સ્વર્ગમાં સાત હાથનું; ત્રીજાચોથા સ્વર્ગમાં છ હાથનું; પાંચમા-છઠ્ઠા સ્વર્ગમાં પાંચ હાથનું, સાતમા-આઠમા સ્વર્ગમાં ચાર હાથનું; નવમાથી બારમા સ્વર્ગ સુધીમાં ત્રણ હાથનું; નવ ગ્રેવેયકમાં બે હાથનું અને અનુત્તર વિમાનમાં એક હાથનું હોય છે.
૩. દિ: પહેલા સ્વર્ગમાં બત્રીસ લાખ વિમાન, બીજામાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજામાં બાર લાખ, ચોથામાં આઠ લાખ, પાંચમામાં ચાર લાખ, છઠ્ઠામાં પચાસ હજાર, સાતમામાં ચાળીસ હજાર, આઠમામાં છ હજાર, નવમાથી બારમા સુધી સાતસો, અધેવત ત્રણ ગ્રેવેયકમાં એક અગિઆર, મધ્યમ ત્રણ ગ્રેવેયકમાં એક સે સાત, ઊર્ધ્વ ત્રણ રૈવેયકમાં છે અને અનુત્તરમાં પાંચ જ વિમાનને પરિગ્રહ છે.
૪. નિમનઃ એને અર્થ અહંકાર છે. સ્થાન, પરિવાર, શક્તિ, વિષય, વિભૂતિ, સ્થિતિ આદિમાં અભિમાન