________________
૧૪૨
તરવાથસૂત્ર પછી બીજી નરકભૂમિ છે. આ ભૂમિ અને ત્રીજી ભૂમિની વચમાં પણ ઘને દધિ આદિન એ જ ક્રમ છે; આ રીતે સાતમી ભૂમિ સુધી બધી ભૂમિઓની નીચે એ ક્રમથી ઘનેદધિ આદિ વર્તમાન છે. ઉપરની અપેક્ષાએ નીચેના પૃથ્વીપિંડભૂમિની જાડાઈ અર્થાત ઉપરથી લઈ નીચેના તલ સુધીને ભાગ ઓછો ઓછો છે. જેમ કે પ્રથમ ભૂમિની જાડાઈ એક લાખ એંશી હજાર એજન, બીજની એક લાખ બત્રીસ હજાર, ત્રીજીની એક લાખ અઠ્ઠાવીશ હજાર, ચોથીની એક લાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર, છઠ્ઠીની એક લાખ સોળ હજાર તથા સાતમીની જાડાઈ એક લાખ આઠ હજાર યોજન છે. સાત ભૂમિઓની નીચે જે સાત ઘદધિવલય છે, એ બધાની જાડાઈ એકસરખી છે એટલે કે વીસ વીસ હજાર એજનની છે; અને જે સાત ઘનવાત તથા સાત તનુવાત વલયે છે એમની જાડાઈ સામાન્ય
કના વચલા ભાગને પણ વાધરીથી બાધી લે; એમ થવાથી મસામાં ભરેલા પવનના બે વિભાગ થઈ જશે અને મસકને આકાર ડાકલા જેવું લાગશે. હવે મસકનુ મેટું ઉધાડી ઉપલા ભાગને પવન કાઢી નાખે અને તે જગ્યાએ પાણી ભરી દે અને પાછુ મસનું મેટું બંધ કરે; અને પછી વચ્ચેનું બંધન છેડી નાખે, તે જણાશે કે જે પાણી મસકના ઉપલા ભાગમાં ભરેલું છે તે ઉપરના ભાગમાં જ રહેશે-વાયુની ઉપર જ રહેશે-નીચે નહિ જાય. કારણકે ઉપરના ભાગમા રહેલા પાણીને મસકની નીચેના ભાગમાં રહેલા પવનને આધાર છે. અર્થાત જેમ મસકમા પવનને આધારે પાણી ઉપર જ રડે છે, તેમ પૃથિવી વગેરે પણ પવનને આધારે પ્રતિષિત છે.” શતક ૧, ઉદેશક ૬.