________________
અધ્યાય ૩ સૂત્ર ૭૧૮ ૧૫૯ રીતે બોલવા આદિને વ્યવહાર કરે છે, તે “ભાષાઆર્ય છે. એ છ પ્રકારના આથી ઊલટાં લક્ષણવાળા બધા સ્ટેચ્છ છે. જેમ કે, શક, યવન, કંબોજ, શબરપુલિંદ, આદિ. છપ્પન અંતરીપમાં રહેતા બધા અને કર્મભૂમિમાં પણ જે અનાયદેશાત્મન છે તે પણ ઓચ્છ જ છે. [૧૫]
કર્મભૂમિનો નિકા. જેમાં મેક્ષમાર્ગને જાણનારા અને તેને ઉપદેશ કરનારા તીર્થકર પેદા થઈ શકે છે, તે જ શર્મભૂમિ છે. અઢીદ્વીપમાં મનુષ્યની પેદાશવાળાં પાત્રીસ ક્ષેત્રે અને છપ્પન અંતરીપ કહેવાય છે; એમાંથી ઉક્ત પ્રકારની કર્મભૂમિઓ પંદર જ છે. જેમ કે, પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાચ વિદેહ. એમને બાદ કરીને બાકીનાં વીસ ક્ષેત્ર તથા બધા અતરાપ મર્મભૂમિ જ છે. જો કે દેવકુર અને ઉત્તરકુરુ એ બે વિદેહની અંદર જ છે, તે પણ તે કર્મભૂમિઓ નથી; કેમ કે એમાં યુગલધર્મ હોવાને કારણે ચારિત્રને સભવ ક્યારેય પણું હેત નથી, જેમ હૈમવત આદિ અકર્મભૂમિઓમાં નથી. [૧૬]
મનુષ્ય અને તિર્થની સ્થિતિઃ મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિજીવિતકાળ ત્રણ પાપમ અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ જ છે; તિર્યની પણ ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ મનુષ્યની બરાબર એટલે કે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત પ્રમાણુ જ છે.
૧, આ વ્યાખ્યા પ્રમાણે હેમવત આદિ ત્રીસ ભોગભૂમિએમાં અથત અકર્મભૂમિમાં રહેનારા હેઓ જ છે.