________________
૧૧
અધ્યાય ૨-સૂત્ર ૨૬૩૧ લાંગલિકા અને ગેમત્રિકા એવાં ત્રણ નામ છે. જેમાં એક વાર સરળરેખાને ભંગ થાય તે પણિમુક્તા', જેમાં બે વાર થાય તે લાંગલિકા અને જેમાં ત્રણ વાર થાય તે ગામત્રિકા. જીવની કઈ પણ એવી વક્રગતિ નથી હોતી કે જેમાં ત્રણથી અધિક વાંક લેવા પડે, કેમ કે જીવનુ નવુ ઉત્પત્તિસ્થાન ગમે તેટલું વિશ્રેણિપતિત-વક્રરેખાસ્થિત – હેય તે પણ તે ત્રણ વાકમા તે અવશ્ય જ પ્રાપ્ત થઈ જાય છે. પુલની વક્રગતિમાં વાંકની સંખ્યાને કશોયે નિયમ નથી; એને આધાર પ્રેરક નિમિત્ત ઉપર છે. [૨૮–૨૯]
૪. ગરિનું માન અંતરાલગતિનું કાલમાન જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ ચાર સમયનું છે. જ્યારે જુગતિ હોય ત્યારે એક જ સમય અને જ્યારે વક્રગતિ હેાય ત્યારે બે, ત્રણ અથવા ચાર સમય સમજવા. સમયની સંખ્યાની વૃદ્ધિને આધાર વાકની સંખ્યાની વૃદ્ધિ ઉપર અવલંબિત છે. જે વક્રગતિમાં એક વાંક હોય એનુ કાલમાન બે સમયનું, જેમાં બે હોય તેનું કાલમાન ત્રણ સમયનુ અને જેમાં ત્રણ હોય તેનું કાલમાન ચાર સમયનું સમજવુ. સારાંશ એ છે કે એક વિગ્રહની ગતિથી ઉત્પત્તિસ્થાનમાં જ્યારે જવાનું હેય છે, ત્યારે પૂર્વ સ્થાનથી વાંકવાળા સ્થાન ઉપર પહોંચવા માટે એક સમય, અને વાંકવાળા સ્થાનથી ઉત્પત્તિસ્થાન સુધી જતાં બીજો સમય લાગે છે. આ નિયમ પ્રમાણે બે વિગ્રહની ગતિમાં ત્રણ સમય અને ત્રણ વિગ્રહની ગતિમાં ચાર સમય લાગે છે. અહીંયાં એ પણ જાણી લેવું જોઈએ કે આજુ- ૧. આ પાણિમુક્તા આદિ નામે દિગંબરીય ટીકાગ્રથિમાં પ્રસિદ્ધ છે.