________________
દેવામાં આવે બાજુએથી નથી. આ
અધ્યાય ૨- સુત્ર પર
૧૩૭ ઉ–શીઘ ભોગવી લેવામાં ઉપરનો દેપ નથી આવતો; કેમ કે જે કર્મ લાંબા કાળ સુધી ભોગવી શકાય છે તે જ એક સાથે ભેળવી લેવાય છે. એને કોઈ પણ ભાગ વિપાકનુભવ કર્યા વિના છૂટતા નથી; આથી કૃત કર્મને નાશ કે બદ્ધ કર્મની નિષ્ફળતા પ્રાપ્ત થતાં નથી. એ જ રીતે કર્માનુસાર આવનાર મૃત્યુ પણ આવે છે, એથી જ અક્ત કર્મના આગમને દેપ પણ આવતો નથી. જેમ ઘાસની ગાઢી ગંજીમાં એક બાજુએથી નાની સરખી ચિણગારી મૂકી દેવામાં આવે, તો તે ચિણગારી એક એક તૃણને ક્રમશઃ બાળતી બાળતી તે આખી ગંજીને વિલબથી બાળી શકે છે, તે જ ચિણગારી ઘાસની શિથિલ અને છૂટીછવાઈ ગંજીમાં ચારે બાજુથી મૂકવામાં આવે, તે એકી સાથે એને બાળી નાખે છે
આ વાતને વિશેષ સ્કુટ કરવા માટે શાસ્ત્રમાં બીજા બે દષ્ટાંત આપ્યાં છેઃ ૧. ગણિતક્રિયાનું અને ૨. વસ્ત્ર સૂકવવાનું. જેમ કેઈ વિશિષ્ટ સંખ્યાને લઘુતમ છેદ કાઢો હેય, તે તેને માટે ગણિત પ્રક્રિયામાં અનેક ઉપાય છે. નિપુણ ગણિતજ્ઞ જવાબ લાવવાને માટે એક એવી રીતને ઉપગ કરે છે કે જેથી બહુ જ ઉતાવળથી જવાબ નીકળી આવે છે, જ્યારે બીજે સાધારણ જાણનાર મનુષ્ય ભાગાકાર આદિ વિલબસાધ્ય ક્રિયાથી તે જવાબને ધીમે ધીમે લાવી શકે છે. પરિણામ સરખું હેવા છતાં પણ કુશળ ગણિતજ્ઞ એને શીદ્ય નિકાલ લાવી શકે છે, જ્યારે સાધારણ ગણિતજ્ઞ વિલંબથી નિકાલ લાવી શકે છે. એ જ રીતે સમાનરૂપે ભીનાં થયેલાં બે કપડાંમાથી એકને વાળીને અને બીજાને છૂટું