________________
તત્વાર્થસૂત્ર હેવા છતા પણ અનપવર્તનીય આયુષ નિયત કાળમયદાની પહેલાં પૂર્ણ થતું નથી. સારાંશ એ છે કે અપવર્તનીય આયુષવાળાં પ્રાણીઓને શસ્ત્ર આદિ કોઈ ને કોઈ નિમિત્ત મળી જ રહે છે, જેથી તે અકાળ મૃત્યુ પામે છે, અને અનપવર્તનીય આયુષવાળાઓને ગમે તેવું પ્રબળ નિમિત્ત આવે તે પણ તેઓ અકાળ મૃત્યુ પામતા નથી.
અધિ : ઉપપાતજન્મવાળા નારક અને દેવ જ છે. ચરમદેહ તથા ઉત્તમ પુરુષ મનુષ્ય જ હોય છે. જન્માંતર લીધા વિના એ જ શરીરથી મેક્ષ મેળવનાર “ચરમદેહ” કહેવાય છે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ ઉત્તમ પુરુષ” કહેવાય છે. “અસંખ્યાતવર્ધજીવી' કેટલાક મનુષ્યો અને કેટલાક તિર્યંચ જ હોય છે. ઔપપાતિક અને અસંખ્યાતવર્ધજીવી, નિરુપક્રમ અનેપવર્તનીય આયુષવાળા જ હેય છે, ચરમદેહ અને ઉત્તમ પુરુષ, સેપક્રમ અનપવર્તનીય આયુષ અને નિરુપક્રમ અનાવર્તનીય આયુષવાળા હોય છે. એ સિવાય બાકીના બધા મનુષ્ય અને તિ અપવર્તનીય તથા અનપવર્તનીય આયુષવાળા હોય છે.
પ્ર–નિયત કાળમર્યાદાની પહેલાં આયુષને ભેગા થઈ જવાથી કૃતનાશ, અકૃતાગમ અને નિષ્ફળતાને દેષ લાગશે; જે શાસ્ત્રમાં ઈષ્ટ નથી એનું નિવારણ કેવી રીતે કરશો ?
૧. અસંખ્યાતવર્ધજીવી મનુષ્ય ત્રીસ અકર્મભૂમિ, છપ્પન અતરદ્વીપ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થતા યુગવિક જ છે; પરન્તુ અસંખ્યાતવર્ધજીવી તિર્યંચ તે ઉપરનાં ક્ષેત્ર ઉઘરાત અઢી કીપની બહારના હીપ-સમુદ્રોમા પણ મળી આવે છે.