________________
તરવાથસૂત્ર ઓપપાતિક (નારક અને દેવ), ચરમશરીરી, ઉત્તમ પુરુષ અને અસંખ્યાતવર્ષ જીવી એ અનપવર્તનીય આયુષ્યવાળા જ હોય છે.
યુદ્ધ આદિ વિપ્લવમાં હજારે હષ્ટપુષ્ટ નવયુવાનને મરતા જોઈ અને ઘરડા તથા જર્જર દેહવાળાઓને પણ ભયાનક આફતમાથી બચતા જોઈ એવો સંદેહ થાય છે કે શું અકાળ મૃત્યુ પણ છે કે જેનાથી અનેક વ્યક્તિએ એકી સાથે મરી જાય છે અને કેઈ નથી પણ ભરતું? એને ઉત્તર હા અને ના બનેમાં અહીં આપ્યો છે.
આયુષના કે પ્રાર: આયુષ “અપવર્તનીય' અને અનાવર્તનીય” એ બે પ્રકારે છે. જે આયુષ બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં જ શીધ્ર ભેગવી શકાય છે, તે “અપવર્તનીય'; અને જે આયુષ બંધકાળની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં સમાપ્ત થતું નથી, તે “અનાવર્તનીય.' તાત્પર્ય કે, જેનો ભાગકાળ બંધકાળની સ્થિતિની મયદાથી
હોય, તે અપવર્તનીય; અને જેનો ભાગકાળ એ મર્યાદાની બરાબર જ હોય, તે “અનપવર્તનીય” આયુષ કહેવાય છે. ,
અપવર્તનીય અને અનપવર્તનીય આયુષને બંધ સ્વાભાવિક નથી, કેમ કે તે પરિણામના તારતમ્ય ઉપર અવલંબિત છે. ભાવી જન્મના આયુષનું નિર્માણ વર્તમાન જન્મમાં થાય છે. તે સમયે જે પરિણામ મંદ હોય તે આયુષને બધા શિથિલ થઈ જાય છે, તેથી નિમિત્ત મળતાં અધકાળની કાળમર્યાદા ઘટી જાય છે. એનાથી ઊલટું જે