________________
૧૩૫
અચાય ૨- સૂત્ર પર પરિણામ તીવ્ર હોય, તે આયુષને બંધ ગાઢ થાય છે, તેથી નિમિત્ત મળવા છતાં પણ બંધકાળની કાળમીંદા ઘટતી નથી અને આયુષ પણ એકી સાથે ભેગવાતું નથી. જેમ કે, અત્યંત દઢ બની ઊભેલા પુરુષની હાર અભેદ્ય – ભેદાય નહિ એવી, અને શિથિલ બની ઉભેલા પુરુષોની હાર ભેધ હોય છે, અથવા જેમ સઘન વાવેલાં બીજના છેડ પશુઓને માટે દુપ્રવેશ- પ્રવેશ ન થાય એવા, અને છૂટા છૂટાં વાવેલાં બીજેના છોડ એમને માટે સુપ્રવેશ થાય છે, તેવી જ રીતે તીવપરિણામથી ઉત્પન્ન થયેલ ગાઢ બધવાળું આયુષ શસ્ત્ર, વિશ્વ આદિને પ્રયાગ થયા છતાં પણ પોતાની નિયત કાળમર્યાદા પહેલાં પૂર્ણ થતુ નથી; અને મંદ પરિણામથી ઉત્પન્ન થયેલ શિથિલ બધવાળું આયુષ ઉપર કહેલા પ્રયોગ થતા જ પિતાની નિયત કાળમયદા સમાપ્ત થયા પહેલાં જ અતમુહૂર્ત માત્રામાં ભેરવાઈ જાય છે. આયુપના આ શીધ્ર ભેગને જ “અપવર્તના, અથવા અકાળ મૃત્યુ કહે છે; અને નિયતસ્થિતિવાળા ભાગને અનપવર્તના' અથવા કાળમૃત્યુ કહે છે. અપવર્તનીય આયુષ સેપક્રમ – ઉપક્રમસહિત જ હોય છે. તીવ્ર શસ્ત્ર, તીવ્ર વિષ, તીવ્ર અગ્નિ આદિ જે નિમિતોથી અકાળ મૃત્યુ થાય છે, તે નિમિત્તનું પ્રાપ્ત થવું તે “ઉપક્રમ' છે; આ ઉપક્રમ અપવર્તનીય આયુષને અવશ્ય હોય છે, કેમ કે તે આયુષ નિયમથી કાળમર્યાદા પૂરી થયા પહેલાં જ ભેગવવાને યોગ્ય હોય છે. પરંતુ અનપવર્તનીય આયુષ સોપક્રમ અને નિષ્પક્રમ બે પ્રકારનું હોય છે, અર્થાત એ આયુષને અકાળ મૃત્યુ કરે એવાં ઉક્ત નિમિત્તે પ્રાપ્ત થાય પણ ખરાં અને ન પણ થાય; અને ઉક્ત નિમિત્તનું સંનિધાન