________________
૧૨૨
તરવાથસૂત્ર ગાઢ થતાં જાય છે તેમ તેમ તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર કહેવાય છે. જેમ કે ભીડે અને હાથીને દાંત એ બને બરાબર પરિમાણવાળા લઈને તપાસો. ભીંડાની રચના શિથિલ છે અને હાથીના દાંતની રચના એનાથી ગાઢ છે. એથી પરિમાણુ બરાબર હોવા છતાં પણ ભીંડાની અપેક્ષાએ દાંતનું પૌલિક દ્રવ્ય અધિક છે. [૩૮]
ગામ – ૩પવાન - ગુ રિમાણ : સ્કૂલ અને સૂક્ષ્મપણની ઉપરની વ્યાખ્યા પ્રમાણે ઉત્તર-ઉત્તર શરીરનું આરંભક દ્રવ્ય પૂર્વ-પૂર્વ શરીર કરતાં પરિમાણમાં અધિક હોય છે એ વાત ભાલુમ પડી જ જાય છે; છતાં તે પરિમાણુ જેટજેટલું સંભવિત છે, એ બે સૂત્રમાં બતાવ્યું છે.
પરમાણુઓથી બનેલા જે સ્કધથી શરીરનું નિર્માણ થાય છે, તે જ રકધે શરીરનું આરંભક દ્રવ્ય છે. જ્યાં સુધી એક એક પરમાણુ અલગ અલગ હોય, ત્યાં સુધી એનાથી શરીર બનતું નથી. પરમાણુપુજ જે સ્કંધ કહેવાય છે, એનાથી જ શરીર બને છે. તે સ્કંધ પણ અનંત પરમાણુઓને બનેલો હોવો જોઈએ. ઔદારિક શરીરના આરંભક સ્કોથી વૈક્રિયશરીરના આરંભક સ્કધે અસંખ્યાતગુણ છે, અર્થાત્ ઔદારિક શરીરના આરંભક સ્કધ અનત પરમાણુઓના બનેલા હોય છે અને ક્રિયશરીરના આરંભક સક પણ અનંત પરમાણુઓના બનેલા હોય છે; છતાં પણ વૈક્રિયશરીરના સ્કધગત પરમાણુઓની અનંત સંખ્યા ઔદારિક શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી અસંખ્યાતગુણી અધિક હોય છે. એ જ અધિકતા વૈક્રિય અને આહારક શરીરનાં સ્કધગત પરમાણુઓની અનંત સંખ્યામાં