________________
અધ્યાય ૨ સૂત્ર ૩ર-૩૬ બધાને જન્મ એક સરખા હોતા નથી એ વાત જ અહીયાં બતાવી છે. પૂર્વભવનું સ્થૂલ શરીર છોડ્યા પછી અંતરાલગતિથી ફક્ત કામણશરીરની સાથે આવીને નવીન ભવને યોગ્ય સ્થૂલ શરીરને માટે એગ્ય પુનું પહેલવહેલાં ગ્રહણ કરવું એ “જન્મ' છે. એના સમૃમિ, ગર્ભ અને ઉપપાત એવા ત્રણ ભેદ છે. સ્ત્રીપુરુષના સબધ સિવાય જ ઉત્પત્તિસ્થાનમાં સ્થિત ઔદારિક પુલેને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ “સંમિજન્મ' છે. ઉત્પત્તિસ્થાનમાં રહેલાં શુક્ર અને શાણિતનાં પુને પહેલવહેલાં શરીરને માટે ગ્રહણ કરવાં એ “ગર્ભજન્મ” છે. સ્ત્રીપુરુષના સબંધ સિવાય ઉત્પત્તિસ્થાનમાં રહેલાં ક્રિય પુલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણુત કરવાં એ “ઉપપાતજન્મ” છે. [૩૨]
યોનિમેદ્ર જન્મને માટે કોઈ સ્થાન તે જોઈએ જ. જે સ્થાનમાં પહેલવહેલાં સ્કૂલ શરીરને માટે ગ્રહણ કરેલાં પુતલ, કામણશરીરની સાથે તપેલા લોઢામાં પાણીની જેમ સમાઈ જાય છે, તે સ્થાન નિ' કહેવાય છે. નિના નવ પ્રકાર છે: સચિત્ત, શીત, સંવૃત, અચિત્ત, ઉષ્ણ, વિકૃત, સચિત્તાચિત્ત. શીતોષ્ણ અને સંવૃતવિવૃત. ૧. જે યોનિ જીવપ્રદેશથી અધતિ-વ્યાપ્ત હોય તે “સચિત્ત', ૨. જે અધિણિત ન હોય તે “અચિત, ૩. જે કેટલાક ભાગમાં અધિછિત હેય અને કેટલાક ભાગમાં ન હોય તે મિશ્ર', ૪. જે ઉત્પત્તિસ્થાનમા શીત સ્પર્શ હોય તે “શીન', ૫. જેમાં ઉષ્ણુ સ્પર્શ હેય તે “ઉષ્ણુ” ૬. જેના કેટલાક ભાગમાં શીત તથા કેટલાક ભાગમાં દુષ્ય સ્પર્શ હેય તે “મિશ્ર', ૭. જે ઉત્પત્તિસ્થાન ઢંકાયેલું અથવા દબાયેલું હોય તે