________________
અધ્યાય ૨-સૂત્ર ૨૧૩૧ ૧૦૯ બીજુ કઈ-સ્કૂલ- શરીર હેતુ નથી. સ્થૂલ શરીર ન હોવાથી એ સમયે એને મગ અને વચનાગ પણ નથી. [૬]
નિયમઃ ગતિશીલ પદાર્થ બે જ પ્રકારના છે? જીવ અને પુતલ. એ બન્નેમાં ગતિક્રિયાની શક્તિ છે. એથી તેઓ નિમિત્ત મળતાં ગતિક્રિયામાં પરિણત થઈ ગતિ કરવા લાગે છે. તેઓ બાહ્ય ઉપાધિથી ભલે વાંકી ગતિ કરે, પરંતુ એની સ્વાભાવિક ગતિ તે સીધી જ છે. સીધી ગતિને અર્થ એ છે કે પહેલાં જે આકાશક્ષેત્રમાં છવ અથવા પરમાણુ સ્થિત હોય ત્યાંથી ગતિ કરતાં કરતાં તે એ જ આકાશક્ષેત્રની સરળ રેખામાં ઊંચે, નીચે અથવા તીરછ ચાલ્યા જાય છે. આ સ્વાભાવિક ગતિને લઈને સૂત્રમાં કહ્યું છે કે ગતિ અનુણિ હોય છે. શ્રેણિને અર્થ પૂર્વ સ્થાન જેટલી – ઓછી કે વધારે નહિ એવી – સરળ રેખા-સમાનાતર સીધી લીટી છે. આ સ્વાભાવિક ગતિના વર્ણનથી સુચિત થાય છે કે કઈ પ્રતિઘાતકારક કારણ હોય ત્યારે જીવ અથવા પુકલ એણિ-સરળ રેખા -ને છેડીને વકરેખાએ પણ ગમન કરે છે. સારાંશ એ છે કે ગતિશીલ પદાર્થોની ગતિક્રિયા પ્રતિઘાતકઅટકાયત કરનાર- નિમિત્ત ન હોય ત્યારે પૂર્વ સ્થાન પ્રમાણુ સરળ રેખાથી થાય છે, અને પ્રતિઘાતક નિમિત્ત હોય ત્યારે વકરેખાથી થાય છે. રિ૭
જતિના પ્રવર: પહેલાં કહ્યું છે કે ગતિ ઋજુ અને વાકી બે પ્રકારની છે. ઋજુગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાન તરફ જતાં સરળરેખાને ભંગ ન થાય, અર્થાત એક પણ વાંક ન લેવું પડે, વક્રગતિ એ છે કે જેમાં