________________
૧૦૮
તત્વાર્થસૂત્ર સમય સુધી ? અને અનાહારક સ્થિતિનું કાલભાન કયા નિયમ ઉપર અવલંબિત છે?
આત્માને વ્યાપક માનનારાં દર્શને પણ આ પાંચ પ્રશ્નો ઉપર વિચાર કરવો જરૂરને છે, કેમ કે તેઓને પણ પુનર્જન્મની ઉપપતિ માટે છેવટે સૂક્ષ્મશરીરનું ગમન અને અંતરાલગતિ માનવાં પડે છે, પરંતુ જૈન દર્શનને તે પે દેહવ્યાપી આત્મા માનનું હેવાથી ઉપરના પ્રશ્નો ઉપર અવશ્ય વિચાર કરે પડે છે. તે જ વિચાર અહીયાં ક્રમશઃ કરવામાં આવ્યા છે. આ પ્રમાણે
ચો • અંતરાલગતિ બે પ્રકારની છેઃ અજુ અને વક્ર, અજુગતિથી સ્થાનાંતરે જતા જીવને નવા પ્રયત્ન કરવો પડતો. નથી, કેમ કે જ્યારે તે પૂર્વશરીર છોડે છે ત્યારે તેને તે પૂર્વશરીરજન્ય વેગ મળે છે, તેનાથી તે બીજા પ્રયત્ન સિવાય જ ધનુષથી છૂટેલા બાણની માફક સીધો જ નવા સ્થાન ઉપર પહોંચી જાય છે. બીજી ગતિ વ-વાંકી હોય છે. આ ગતિથી જનાર છવને નવા પ્રયત્ન કરવો પડે છે, કેમ કે પૂર્વ શરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે; વળવાનું સ્થાન આવતાં જ પૂર્વદેહજનિત પ્રયત્ન મંદ પડે છે, માટે ત્યાંથી સૂક્ષ્મ શરીર કે જે જીવની સાથે એ સમયે પણ હોય છે, તેનાથી પ્રયત્ન થાય છે. એ સૂક્ષ્મશરીરજન્ય પ્રયત્ન જ “કાશ્મણગ' કહેવાય છે. એ આશયથી મત્રમાં કહ્યું છે કે વિગ્રહગતિમાં કાણુગ જ છે. સારાંશ એ છે કે વક્રગતિથી જીતે જીવ માત્ર પૂર્વશરીરજન્ય પ્રયત્નથી નવા સ્થાને પહોંચી શકતો નથી; એને માટે ના પ્રયત્ન કામણ-સૂક્ષ્મ શરીરથી જ સાધ્ય છે, કેમ કે એ સમયે એને