________________
લા
તત્વાર્થસૂત્ર સમ્યકત્વી અને મિથ્યાત્વીનાં દર્શને વચ્ચે કાંઈ પણ ભેદ વ્યવહારમાં બતાવી શકાતો નથી.
પ્ર–ઉપરના બાર ભેદની વ્યાખ્યા શી છે?
ઉ–જ્ઞાનના આઠ ભેદનું સ્વરૂપ પહેલાં જ બતાવ્યું છે. દર્શનના ચાર ભેદનું સ્વરૂપ આ પ્રમાણે છે: ૧. જે સામાન્ય બંધ નેત્રજન્ય હેય તે “ચક્ષુદર્શન, ૨. નેત્ર સિવાય બીજી કોઈ પણ ઈધિય અથવા મનથી થતે સામાન્ય બોધ તે “અચક્ષુર્દર્શન, ૩. અવધિલબ્ધિથી મૂર્ત પદાર્થોને સામાન્ય બેધ તે “અવધિદર્શન' અને ૪. કેવળલબ્ધિથી થતે સમસ્ત પદાર્થોને સામાન્ય બેધ તે “કેવળદર્શન કહેવાય છે. [૯]. હવે જીવરાશિના વિભાગ કહે છે:
સંપાળિો હુરચા ૨૦ સંસારી અને મુક્ત એવા બે વિભાગ છે.
જીવ અનંત છે. ચૈતન્યરૂપે તે બધા સમાન છે. અહીંયાં એમના બે વિભાગ કરવામાં આવ્યા છે તે અમુક વિશેષની અપેક્ષાએ; અથત એક સંસારરૂપ પર્યાયવાળા અને બીજા સંસારરૂપ પયયવિનાના. પહેલા પ્રકારના છ સંસારી અને બીજા પ્રકારના મુક્ત કહેવાય છે.
પ્ર–સંસાર' શી વસ્તુ છે?
ઉ–ઝવ્યબંધ અને ભાવબંધ એ જ સંસર છે. કર્મદલને વિશિષ્ટ સંબંધ દિવ્યબંધ છે અને રાગદ્વેષ આદિ વાસનાઓને સંબંધ ભાવબંધી છે. [૧]
૧. જુઓ અધ્યાય ૧, સૂવ ૯ થી ૩૩,