________________
તત્ત્વાર્થસૂત્ર છે, અમૂર્ત નહિ. પચે ઈતિના વિપ જે જુદા જુદા બતાવ્યા છે, તે એકબીજાથી સર્વથા ભિન્ન અને મૂળ તત્ત્વ-દવ્યરૂપ નહિ, પણ એક જ દ્રવ્યના ભિન્ન ભિન્ન અંશે-પર્યા છે, અથત પાંચે ઈકિયો એક જ દ્રવ્યની પરસ્પર ભિન્ન ભિન્ન અવસ્થાઓને જાણવામાં પ્રવૃત્ત થાય છે. એથી જ આ સૂત્રમાં પાંચ ઈકિયેના જે પાંચ વિષય બતાવ્યા છે, તે સ્વતંત્ર અલગ અલગ વસ્તુ ન સમજતાં એક જ મૂર્ત –પૌલિક દ્રવ્યના અંશ સમજવા જોઈએ. જેમ કે, એક લાડુ છે, એને ભિન્ન ભિન્ન પ્રકારે પાંચે ઈદ્રિ જાણી શકે છે. આંગળી સ્પર્શ કરી એને શીતઉષ્ણાદિ સ્પર્શ બતાવી શકે છે; જીભ ચાખીને એને ખાટ, મીઠ આદિ રસ બતાવે છે, નાક સૂંઘીને એની સુગંધ અથવા દુર્ગધ બતાવે છે; આંખ જોઈને એને લાલ, સફેદ આદિ રંગ બતાવે છે; કાન એ લાડુને ખાતાં ઉત્પન્ન થતે અવાજ બતાવે છે. એમ પણ નથી કે એ એક જ લાડુમાં સ્પર્શ, રસ, ગધ આદિ ઉક્ત પાંચે વિયેનું સ્થાન અલગ અલગ હોય, કિન્તુ તે બધા એના બધા ભાગમાં એક સાથે રહે છે; કેમ કે તે બધા એક જ દ્રવ્યના અવિભાજ્ય પર્યાય છે. એમને વિભાગ ફક્ત બુદ્ધિ દ્વારા કરી શકાય છે, જે ઇન્દ્રિયોથી થાય છે. ઇકિયેની શક્તિ જુદી જુદી છે. તે ગમે તેટલી ટુ હોય તે પણ પિતાના ગ્રાહ્ય વિષય સિવાય અન્ય વિષને જાણવામાં સમર્થ થતી નથી. આ કારણથી પાંચે ઈકિયેના પાંચે વિષય અસંકીર્ણ –પૃથક પૃથફ છે.
પ્ર–સ્પર્શ આદિ પાંચે વિષય સહચરિત છે તે પછી એમ કેમ કે કઈ કઈ વસ્તુમાં એ પાચેની ઉપલબ્ધિ ન હોઈ