________________
અધ્યાય ૨- સૂત્ર ૨૩-૨૫ તેઓને જ હોય છે. તાત્પર્ય એ છે કે, મનુષ્ય અને તિર્યંચ ગÊત્પન્ન તથા સંપૂર્ણિમ એમ બબ્બે પ્રકારના હોય છે, જેમાં સંમિશ્ન મનુષ્ય અને તિર્યંચને મન હેતું નથી એકંદર જોતાં પંચેનિયામાં દેવ, નાક અને ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ તિર્થને જ મન હોય છે
પ્ર–અમુકને મન છે અને અમુકને નથી એ જાણવું શી રીતે?
ઉ– સંજ્ઞા' હોય અથવા ન હોય એ ઉપરથી તે જાણી શકાય છે.
પ્ર–સંજ્ઞા,” વૃત્તિને કહે છે અને વૃત્તિ તે જૂનાધિક રૂપે કેઈ અને કોઈ પ્રકારની બધામાં દેખાય છે. જેમ કે, કૃમિ, કીડી આદિ જતુઓમાં પણ આહાર, ભય, આદિની વૃત્તિઓ દેખાય છે. તે પછી એ છોમાં મન છે એમ કેમ મનાતું નથી?
ઉ–અહીયાં “સંજ્ઞાને અર્થ સાધારણ વૃત્તિ નથી; પરતુ વિશિષ્ટ વૃત્તિ એવો છે. વિશિષ્ટ વૃત્તિ એટલે ગુણદેષની વિચારણા કે જેનાથી હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર થઈ શકે છે. એ વિશિષ્ટ વૃત્તિને શાસ્ત્રમાં “સંપ્રધારણ સંજ્ઞા' કહે છે. એ સંજ્ઞા મનનું કાર્ય છે, જે દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચમાં જ સ્પષ્ટરૂપે દેખાય છે. એથી જ તેમને મનવાળા માન્યા છે.
જ અર્થ માટે જુઓ આગળ અ. ૨, સૂત્ર ૩૨
૧. વિશેષ ખુલાસામાટે જુઓ હિંદી " કર્મગ્રંથ” , પૃ. ૩૮, “સંજ્ઞા” શબ્દનું પરિશિષ્ટ.