________________
તત્ત્વાર્થસૂત્ર બાહ્ય સામગ્રીની છે. આવરણની તીવ્રતામંદતાનું તારતમ્ય આંતરિક સામગ્રીની વિવિધતા છે. એ સામગ્રીવૈચિત્ર્યને લીધે એક જ આત્મા ભિન્નભિન્ન સમયમાં ભિન્નભિન્ન પ્રકારની બેધક્રિયા કરે છે અને અનેક આત્મા એક જ સમયમાં ભિન્નભિન્ન બંધ કરે છે. આ બોધની વિવિધતા અનુભવસિદ્ધ છે, એને સંક્ષેપમાં વગીકરણ દ્વારા બતાવવી એ જ આ સૂત્રને ઉદ્દેશ છે. ઉપયોગરાશિના સામાન્યરૂપથી બે વિભાગ કરવામાં આવે છે એક સારા અને બીજે નિરર. વિશેષરૂપથી સાકારઉપગના આઠ અને નિરાકારઉપગના ચાર વિભાગ કરવામાં આવે છે. આ રીતે ઉપયોગના કુલ બાર ભેદ થાય છે.
સાકારના આઠ ભેદ આ પ્રમાણે છે. મતિજ્ઞાન, કુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, કૃતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.
નિરાકારઉપયોગના ચાર ભેદ આ પ્રમાણે છેઃ ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન.
પ્ર–સાકાર અને નિરાકારને શું અર્થ છે?
ઉ૦–જે બેધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકારઉપયોગ.” અને જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે “નિરાકારઉપયાગ.” સાકારને “જ્ઞાન” અથવા સવિકલ્પક બેધ કહે છે અને નિરાકારને દર્શન અથવા નિર્વિકલ્પક બોધ કહે છે.
પ્રવ—ઉપરના બાર ભેમાંથી કેટલા ભેદ પૂર્ણ વિકસિત ચેતનાશક્તિનું કાર્ય છે અને કેટલા અપૂર્ણ વિકસિત ચેતનાશક્તિનું કાર્ય છે?