________________
અધ્યાય ૨- સૂત્ર ૧૧-૧૪ હા હવે સંસારી જીવના ભેદપ્રભેદ કહે છે:
समनस्काऽमनस्काः । ११ । संसारिणखताः स्थावराः । १२ । पृथिव्यऽम्बुवनस्पतयः स्थावराः । १३ । तेजोवायू बीन्द्रियादयश्च प्रसा. । १४ ।
મનયુક્ત અને મનરહિત એવા સંસારી જીવ હોય છે.
તેવી જ રીતે તે ત્રસ અને સ્થાવર છે.
પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એ ત્રણ સ્થાવર છે.
તેજ કાય, વાયુકાય અને હીન્દ્રિય આદિ ત્રસ છે.
સંસારી છે પણ અનત છે. સંક્ષેપમાં એમના બે વિભાગ કર્યો છે અને તે પણ બે રીતે. પહેલો વિભાગ મનના સબંધ અને અસંબધને લઈને છે; અર્થાત મનવાળા અને મનવિનાના એવા બે વિભાગ કર્યો છે, જેમાં સકળ સંસારીઓને સમાવેશ થઈ જાય છે. બીજો વિભાગ ત્રીસત્ય અને સ્થાવરત્વના આધાર ઉપર કર્યો છે, અર્થાત એક રસ અને બીજા સ્થાવર આ વિભાગમાં પણું બધા સંસારીઓને સમાવેશ થઈ જાય છે.
પ્ર–“મન” કેને કહે છે?
ઉ–જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિ તે મન છે અને એ શક્તિ વડે વિચાર કરવામાં સહાયક