________________
તવાથસૂત્ર એમ છે કે વિજ્ઞાન, સાહિત્ય આદિ વિષય ઉપર અપૂર્વ પ્રકાશ નાખનારા અને એને યથાર્થ નિર્ણય કરનારા બધા સમ્યગ્દષ્ટિ છે ? તેથી એ પ્રશ્ન થાય છે કે અધ્યાત્મશાસ્ત્રના પૂર્વોક્ત જ્ઞાન અજ્ઞાન સંબંધી સકેતન શે આધાર છે?
ઉ–આધ્યાત્મિક શાસ્ત્રને આધાર આપ્યાત્મિક દૃષ્ટિ છે; લૌકિક દૃષ્ટિ નથી. છવ બે પ્રકારના છે. કેટલાકમેક્ષાભિમુખ અને કેટલાક સંસારાભિમુખ. મેક્ષાભિમુખ આત્માઓમાં સમભાવની માત્રા અને આત્મવિવેક હોય છે, એથી તે પિતાના બધા જ્ઞાનને ઉપગ સમભાવની પુષ્ટિમાં જ કરે છે; સાંસારિક વાસનાની પુષ્ટિમાં નહિ. એ કારણથી લૌકિક દૃષ્ટિએ એમનું જ્ઞાન ગમે તેટલું અલ્પ હોય તે પણ તે જ્ઞાન કહેવાય છે. એનાથી ઊલટું સંસારાભિમુખ આત્માઓનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હોય છતાં તે સમભાવનું પષક ન હોવાથી જેટલા પરિમાણમાં સાંસારિક વાસનાનુ વિક હોય છે એટલા પરિમાણમાં અજ્ઞાન કહેવાય છે. જેમ કે ઉન્મત્ત મનુષ્ય સેનાને સોનું અને લેઢાને લેટું સમજી યથાર્થ જ્ઞાન મેળવી લે છે, પરંતુ ઉન્માદના કારણથી તે સત્ય અસત્યને તફાવત જાણવામાં અસમર્થ હોય છે, આથી એનું સાચું જાઉં બધુ જ્ઞાન વિચારશન્ય અથવા અજ્ઞાન જ કહેવાય છે, તેમ સંસારાભિમુખ આત્માં ગમે તેટલા અધિક જ્ઞાનવાળો હોય છતાં એ આત્માના વિષયમાં આંધળે હેવાથી એનું બધુ લૌકિક જ્ઞાન આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે.
સારાંશ કે, ઉન્મત્ત મનુષ્યને અધિક વિભૂતિ પણ મળી આવે અને કદાચિત વસ્તુને યથાર્થ બોધ પણ થઈ જાય તે એને ઉન્માદ વધ્યા જ કરે છે; એ રીતે જ