________________
તત્ત્વાર્થસૂત્ર નામ અને નેત્ર કર્મના ઉદયથી થાય છે. કૃષ્ણ, નીલ, કાપિત, તેજ, પદ્મ અને શુક્લ એ છ પ્રકારની લેસ્યાઓકષાદયરંજિત યુગપ્રવૃત્તિ કે રોગપરિણામ-કષાયના ઉદયનુ અથવા રોગજનક શરીરનામ કર્મના ઉદયનું ફળ છે, તેથી જ ગતિ આદિ ઉપરના ૨૧ પર્યાયે ઔદયિક કહેવાય છે.
જીવત્વ ચેતન્ય), ભવ્યત્વ (મુક્તિની રેગ્યતા), અભવ્યત્વ (મુક્તિની અયોગ્યતા), એ ત્રણ ભાવો સ્વાભાવિક છે. અર્થાત તે, કર્મના ઉદયથી કે ઉપશમથી કે ક્ષયથી કે ક્ષપશમથી પેદા થતા નથી; કિન્તુ અનાદિસિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ છે, તેથી તે પારિણમિક છે.
પ્ર–શું પરિણામિક ભાવો ત્રણ જ છે? ઉ–નહિ. બીજા પણ છે. પ્ર—તે કયા?
ઉ૦ –અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભક્તત્વ, ગુણવત્તા પ્રદેશવત્વ, અસંખ્યાતપ્રદેશત્વ, અસર્વગતત્વ, અરૂષત્વ આદિ અનેક છે.
પ્ર–તે પછી ત્રણ જ કેમ ગણાવ્યા ?
ઉ–અહીંયાં જીવનું સ્વરૂપ બતાવવું છે અને તે એના અસાધારણ ભાવથી બતાવી શકાય. માટે ઔપથમિક આદિની સાથે પારિમિક ભાવે એવા જ બતાવ્યા છે કે જે જીવન અસાધારણ છે. અસ્તિત્વ આદિ ભાવો પારિણામિક છે ખરા, પરંતુ તે જીવની માફક અછવમાં પણ છે; તેથી તે જીવન અસાધારણ ભાવ ન કહેવાય. માટે જ અહીંયાં એમને નિર્દેશ કર્યો નથી. તેમ છતાં છેવટે જે આદિ શબ્દ