________________
તત્વાર્થસૂત્ર તેથી એ પાંચે અછવનું સ્વરૂપ થઈ શકતા નથી. ઉપરના પાંચ ભાવ એકી સાથે બધા જીવમાં હોય છે એવો નિયમ નથી. સમસ્ત મુક્ત જીવોમાં ફક્ત બે ભાવ હોય છે. ક્ષાયિક અને પરિણામિક. સંસારી જીવોમાં કેઈ ત્રણ ભાવવાળા, કઈ ચાર ભાવવાળા અને કોઈ પાંચ ભાવવાળા હોય છે; પરંતુ બે ભાવવાળું કઈ હોતું નથી. અર્થાત મુક્ત આત્માના પયએ ઉક્ત બે ભામાં અને સંસારીના પય ત્રણથી પાંચ ભાવોમાં પ્રાપ્ત થાય છે. એથી જ પાંચ ભાવોને જીવનું સ્વરૂપ કહ્યા છે. એ કથન છવરાશિની અપેક્ષાએ કે કઈ જીવવિશેષમાં સંભવની અપેક્ષાએ સમજવું.
જે પર્યા ઔદયિક ભાવવાળા છે તે “વૈભાવિક અને બાકીના ચારે ભાવવાળા પર્યાયે “સ્વાભાવિક છે.
ઉક્ત પાંચ ભાના કુલ ૫૩ ભેદ આ સૂત્રમાં ગણાવ્યા છે. કયા કયા ભાવવાળા કેટકેટલા પર્યાય છે અને તે કયા કયા, તે આગળ બતાવવામાં આવે છે.
સર્વોપશમ માત્ર મેહનીયને જ થાય છે. દર્શનમેહનીય કર્મના ઉપશમથી સમ્યકત્વ પ્રક્ટ થાય છે અને ચારિત્રમેહનીય કર્મના ઉપશમથી ચારિત્ર પ્રકટ થાય છે. માટે જ સમ્યકત્વ અને ચારિત્ર એ બન્ને પર્યાયે ઔપશમિક ભાવવાળા સમજવા જોઈએ.
કેવલજ્ઞાનાવરણના ક્ષયથી કેવલજ્ઞાન, કેવલદર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન, પંચવિધ અંતરાયના ક્ષયથી દાન, લાભ, ભાગ, ઉપભાગ અને વીર્ય એ પાંચ લબ્ધિઓ, દર્શન મેહનીય કર્મના ક્ષયથી સમ્યફત અને ચારિત્રમેહનીય કર્મના ક્ષયથી