________________
૭૪
તત્વાર્થસૂત્ર વર્તમાનમાં સુખ સગવડ પૂરાં ન પાડતી હોવાથી એને સમૃદ્ધિ કહી ન શકાય. એ જ રીતે જે છેક હયાત હાઈ માતાપિતાની સેવા કરે, તે પુત્ર છે, પણ જે કરે ભૂત કે ભાવી હોઈ આજે નથી, તે પુત્ર જ નથી. આ જાનના માત્ર વર્તમાનકાળ પૂરતા વિચારે જુસૂત્રનયની કોટિમાં મૂકવામાં આવે છે.
જ્યારે વિચારના ઊંડાણમાં ઊતરનાર બુદ્ધિ એક વાર ભૂત અને ભવિષ્ય કાળને છેદ ઉડાડવા તૈયાર થાય છે ત્યારે તે બીજી વાર તેથીયે આગળ વધી બીજો પણ છેદ ઉડાડવા માંડે છે. તેથી જ કઈ વાર તે શબ્દને સ્પર્શી ચાલે છે અને એમ વિચાર કરે છે કે જે વર્તમાનકાળ ભૂત કે ભાવથી જુદે હોઈ માત્ર તે જ સ્વીકારાય તે એક અર્થમાં વપરાતા ભિન્ન ભિન્ન લિંગ, કાળ, સંખ્યા, કારક, પુરૂ, ઉપસર્ગવાળા શબ્દના અર્થો પણ જુદા જુદા શા માટે માનવામાં ન આવે? જેમ ત્રણે કાળમાં સૂત્રરૂપ એક વસ્તુ કેઈ નથી પણ વર્તમાનકાળસ્થિત જ વસ્તુ એકમાત્ર વસ્તુ છે, તેમ ભિન્ન ભિન્ન ભિગવાળા, ભિન્ન ભિન્ન સંખ્યાવાળા અને ભિન્ન ભિન્ન કાળાદિવાળા શબ્દો વડે કહેવાતી વસ્તુ પણ ભિન્ન ભિન્ન જ માનવી ઘટે, આમ વિચારી બુદ્ધિ, કાળ અને લિંગ આદિ ભેદે અર્થભેદ માને છે. જેમ કે, શાસ્ત્રમાં એવું વાક્ય મળે છે કે “રાજગૃહ નામનું નગર હતું.” આ વાક્યને અર્થ સ્થૂળ રીતે એમ થાય છે કે એ નામનુ નગર ભૂતકાળમાં હતું, પણ અત્યારે નથી. જ્યારે ખરી રીતે એ લેખકના સમયમાં પણ રાજગૃહ છે જ. હવે જે વર્તમાનમાં છે તો તેને ‘હતું એમ લખવાને શો ભાવ ? એ સવાલનો જવાબ