________________
s
તરવાથસૂત્ર આદિ એકાર્થક મનાતા શબ્દને વ્યુત્પત્તિ પ્રમાણે જુદે જુદે અર્થ કહ્યું છે, અને કહે છે કે, રાજચિહ્નોથી શોભે તે રાજા, મનુષ્યનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન-સંવર્ધન કરે તે ભૂપતિ. આ પ્રમાણે ઉક્ત ત્રણે નામેથી કહેવાતા એક જ અર્થમાં વ્યુત્પતિ પ્રમાણે અર્થભેદની માન્યતા ધરાવનાર વિચાર “સમભિરૂઢનય' કહેવાય છે. પર્યાયભેદે કરવામાં આવતી અર્થભેદની બધી જ કલ્પનાઓ આ નયની શ્રેણિમાં આવી જાય છે.
ઊંડાણમાં સવિશેષ ટેવાયેલી બુદ્ધિ હવે છેવટના ઊંડાણમાં ઘૂસે છે અને કહે છે કે જે વ્યુત્પત્તિભેદથી અર્થભેદ માનવામાં આવે તો એમ પણ માનવું જોઈએ કે જ્યારે વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દનો તે અર્થ સ્વીકાર અને તે શબ્દ વડે તે અર્થનું પ્રતિપાદન કરવુ, બીજી વખતે નહિ. આ કલ્પના પ્રમાણે રાજચિહોથી ક્યારેક ભવાની ચગ્યતા ધરાવવી કે ક્યારેક મનુષ્યરક્ષણની જવાબદારી રાખવી
એટલું જ “રાજા” અને “નૃપ' કહેવડાવવા માટે બસ નથી, પણ તેથી આગળ વધી, જ્યારે ખરેખર રાજદંડ ધારણ કરી તે વડે શભા પમાતી હેય, અગર ખરેખર મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ અને તેટલી જ વાર રાજા અને નૃપ, કહેવડાવી શકાય; અર્થાત ત્યારે જ તેવી વ્યક્તિ વિષે રાજા અને નૃપ શબ્દનો પ્રયોગ વાસ્તવિક ઠરે છે. આ જ રીતે જ્યારે કઈ ખરેખરી સેવામાં લાગેલો હોય ત્યારે જ અને તેટલી જ વાર તે સેવક નામ ધરાવી શકે. જ્યારે ખરેખરું કામ થતું હોય ત્યારે જ તેને લગતું વિશેષણ કે વિશેષ્ય નામ વાપરવાની એ જાતની માન્યતાઓ “એવંભૂતનયાની શ્રેણિમાં આવે છે.