________________
અધ્યાય ૧-સૂત્ર ૩૪-૩૫
ve
ઉપર કહેલ દષ્ટિએ ઉપરાંત ખીજી પણ ઘણી દાષ્ટ છે. જીવનના એ ભાગ છે. એક સત્ય જોવાને અને ખીજો તે સત્યને પચાવવાને, જે ભાગ માત્ર સત્યના વિચાર કરે છે અર્થાત્ તત્ત્વને સ્પર્શે છે, તે જ્ઞાનદષ્ટિ-જ્ઞાનનય. અને જે ભાગ તત્ત્વાનુભવને પચાવવામાં જ પૂર્ણુતા લેખે છે, તે ક્રિયાદષ્ટિ – મિયાનની ઉપર વર્ણવેલા સાત નયેા તત્ત્વવિચારક હેાવાથી જ્ઞાનનયમાં આવે, અને તે નયને આધારે જે સત્ય શાષાયુ હેાય તે જીવનમાં મૂર્તિમંત કરવાની તરફેણ કરનાર દૃષ્ટિ તે ક્રિયાદષ્ટિ. ક્રિયા એટલે છત્રનને સત્યમય બનાવવું. [૩૪-૩૫]