________________
તરવાથસૂત્ર ઈચ્છનાર, કપડાંને વિભાગ કર્યા સિવાય તે મેળવી નથી શકતો, કેમકે કપડું અનેક જાતનું છે. તેથી ખાદીનું કપડું, મિલનું કપડું એવા ભેદે કરવા પડે છે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં સરૂપ વસ્તુ જડ અને ચેતન એમ બે પ્રકારની છે અને ચેતન તત્વ પણ સંસારી અને મુક્ત એમ બે પ્રકારનું છે વગેરે પૃથક્કરણ કરવું પડે છે. આ જાતના પૃથકકરણમુખ બધા વિચારે વ્યવહારનયની શ્રેણિમાં મૂકવામાં આવે છે.
ઉપર જણાવેલ દાખલાઓ ઉપરથી જોઈ શકાશે કે નૈગમનય એ કરૂઢિ ઉપર આધાર રાખતું હોવાથી અને લોકરૂઢિ આરોપ ઉપર નભતી હોવાથી તેમ જ આરોપ એ સામાન્ય તત્વાશ્રયી હેવાથી નૈગમનયામાં સામાન્યગામીપણું સ્પષ્ટ છે. સંગ્રહનય તો સીધી રીતે જ એકીકરણ રૂપ બુદ્ધિવ્યાપાર હોવાથી સામાન્યગામી જ; વ્યવહારનય એ પૃથક્કરણોન્મુખ બુદ્ધિ વ્યાપાર હોવા છતાં તે ક્રિયા સામાન્યની ભિત્તિ ઉપર થતી હોવાથી તે પણ સામાન્યગામી જ. આમ હોવાથી જ એ ત્રણે નયને દ્રવ્યાર્થિકનયના ભેદ તરીકે વર્ણવવામાં આવે છે.
પ્રા–ઉક્ત ત્રણે નામાં અંદરોઅંદર તફાવત કે તેમને સબંધ શું છે?
ઉ–નૈગમનયને વિષય સૌથી વધારે વિશાળ છે; કારણ કે તે સામાન્ય વિશેષ બનેને લોકરૂઢિ પ્રમાણે કયારેક ગૌણભાવે તે કયારેક મુખ્યભાવે અવલંબે છે. સંગ્રહને વિષય નૈગમથી એછે છે, કારણ તે માત્ર સામાન્યલક્ષી છે. અને વ્યવહારને વિષય તો સંગ્રહથી પણ ઓછો છે, કેમ કે તે સંગ્રહન સંકલિત કરેલા વિષય ઉપર જ અમુક વિશેષતાઓને