________________
તત્ત્વાર્થસૂત્ર તે પ્રમાણે નયના મૂળ પાંચ ભેદે અને પછી પાંચમા શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવં ભૂત એવા ત્રણ ભેદે છે.
નોનું શિક્ષણ પ્રત્યે ?: કોઈ એક કે અનેક વસ્તુ વિષે એક જ કે અનેક મનુષ્ય અનેક પ્રકારના વિચારે કરે છે. એ બધા વિચારે વ્યક્તિરૂપે જોતાં અપરિમિત છે. તેથી તે બધાનું એક એક લઈને ભાન કરવું અશક્ય હેવાથી તેનું અતિટૂંકાણ કે અતિલંબાણ છેડી મધ્યમ માર્ગે પ્રતિપાદન કરવું એ જ નોનું નિરૂપણ છે. નાનુ નિરૂપણ એટલે વિચારોનું વર્ગીકરણ. નયવાદ એટલે વિચારેની મીમાંસા. આ વાદમાં માત્ર વિચારોનાં કારણે, તેનાં પરિણામો કે તેના વિષેની જ ચર્ચા નથી આવતી, પણ એમાં પરસ્પર વિરોધી દેખાતા અને છતાં વાસ્તવિક રીતે જોતાં અવિધી એવા વિચારોના અવિરેધીપણના કારણનું ગષણ મુખ્યપણે હોય છે. તેથી ટૂંકામાં નયવાદની વ્યાખ્યા એમ આપી શકાય કે વિરોધી દેખાતા વિચારોના વાસ્તવિક અવિરોધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેવા વિચારે સમન્વય કરનાર શાસ્ત્ર. દાખલા તરીકે એક આત્માના જ વિષયમાં પરસ્પર વિરોધી મતો મળે છે. ક્યાંક “આત્મા એક છે' એવું કથન છે, તે ક્યાંક “અનેક છે એવું કથન છે. એકપણું અને અનેકપણું પરસ્પર વિરોધી દેખાય છે. એવી સ્થિતિમાં આ વિધ વાસ્તવિક છે કે નહિ અને જે વાસ્તવિક ન હોય તે તેની સંગતિ શી છે? એની શોધ નયવાદે કરીને એ સમન્વય કર્યો છે કે વ્યક્તિની દષ્ટિએ આત્મતત્ત્વ અનેક છે, પણ શુદ્ધચૈતન્યની દૃષ્ટિએ તે એક જ છે. આવો