________________
અધ્યાય ૧- સુર ૩૩૫ કઈ પણ વિશેષતા તરફ જ ધ્યાન ન જાય અને માત્ર પાણું પાણી તરફ ધ્યાન જાય, ત્યારે તે માત્ર પાણીને સામાન્ય વિચાર કહેવાય; અને તે જ, પાણુ વિષે દ્રવ્યાર્થિકાય છે. આથી ઊલટું જ્યારે રંગ, સ્વાદ વગેરે વિશેષતાઓ તરફ ધ્યાન જાય, ત્યારે તે વિચાર પાણીની વિશેષતાઓને હોવાથી તેને પાણી વિષે પયયાકિય કહી શકાય. જેમ પાણુમાં, તેમ જ બીજી ભૌતિક વસ્તુઓમાં પણ એ જ પ્રમાણે ઘટાવી શકાય. જુદા જુદા સ્થળ ઉપર ફેલાયેલ એક જાતની પાણી જેવી બીજી અનેક વસ્તુઓ વિષે જેમ સામાન્યગામી અને વિશિષગામ વિચારે સભવે છે, તેમ જ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રિકાળરૂપ અપાર પટ ઉપર પથરાયેલ કેઈ એક જ આત્માદિ વસ્તુ વિષે સામાન્યગામી અને વિશેષગામી વિચાર સંભવે છે. કાળ અને અવસ્થાભેદનાં ચિત્રો તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે, તે વિષયને દ્રવ્યાર્થિકનય કહેવાય અને એ ચેતના ઉપરની દેશકાળાદિકૃત વિવિધ દશાઓ તરફ ધ્યાન જાય ત્યારે તે, તે વિષયને પયયાર્થિની સમજ.
વિશેષ મેવોનું સ્વાદ ૧. જે વિચાર, લૌકિક રૂઢિ અને લૌકિક સંસ્કારના અનુસરણમાંથી જન્મે છે, તે જોગમાય.
૨. જે વિચાર જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક વ્યક્તિઓને કેઈ પણ જાતના સામાન્ય તત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી એ બધાને એકરૂપે સકેલી લે છે, તે सग्रहनय
૩. જે વિચાર સામાન્ય તત્વ ઉપર એકરૂપે ગોઠવાવાચેલી વસ્તુઓના વ્યાવહારિક પ્રયજન પ્રમાણે ભેદ પાડે છે,