________________
અધ્યાય ૧ સૂત્ર-૩૪૩૫ સમન્વય કરી નયવાદ પરસ્પર વિરેાધી દેખાતાં વાક્યોને અવિરોધ–એકવાક્યતા સાધે છે. એ જ રીતે આત્માના વિષયમાં નિત્યપણું અને અનિત્યપણુ તેમ જ કર્તાપણું અને અકર્તાપણાના મતને અવિધ પણ નયવાદ ઘટાવે છે. આવા અવિરોધનું મૂળ વિચારકની દષ્ટિ – તાત્પર્યમાં રહેલું હોય છે. એ દષ્ટિને પ્રસ્તુત શાસ્ત્રમાં “અપેક્ષા' નામથી ઓળખવામાં આવે છે, તેથી નયવાદ, અપેક્ષાવાદ પણ કહેવાય છે.
नयवादनी जुदी जुदी देशना शा माटे अने तेने , लीधे વિરોષ શા માટે?: પ્રથમ કરવામાં આવેલા જ્ઞાનનિરૂપણમાં શ્રુતની ચર્ચા આવી જાય છે. શ્રત એ વિચારાત્મક જ્ઞાન છે અને નય પણ એક જાતનું વિચારાત્મક જ્ઞાન જ છે. તેથી નય એ શ્રુતજ્ઞાનમાં સમાઈ જાય છે. માટે જ પહેલે પ્રશ્ન ઉદ્દભવે છે કે શ્રુતનું નિરૂપણ કર્યા પછી નયને તેથી જુદા પાડી નયવાદની જુદી દેશના શા માટે કરવામાં આવે છે? જૈન તત્વજ્ઞાનની એક વિશેષતા નયવાદને લીધે માનવામાં આવે છે; પણ નયવાદ એટલે તે શ્રત અને શ્રત એટલે આગમ પ્રમાણ, જૈનેતર દર્શનેમાં પણ પ્રમાણચર્ચા અને તેમાંયે વળી આગમ પ્રમાણનું નિરૂપણ છે જ. એટલે બીજો પ્રશ્ન સહજ રીતે જ ઉદ્દભવે છે કે જ્યારે ઇતર દર્શનેમાં આગમ પ્રમાણને સ્થાન છે ત્યારે આગમ પ્રમાણમાં સમાવેશ પામતા નયવાદની ફક્ત જુદી દેશનાને કારણે જૈન તત્ત્વજ્ઞાનની વિશેપતા કેમ માની શકાય? અથવા એમ કહો કે જૈન દર્શનના
૧. જુઓ અધ્યાય ૧, સૂ૦ ૨૦