________________
તત્ત્વાર્થસૂત્ર કેટલાક આચાર્યો કહે છે કે કેવળજ્ઞાનને સમયે મતિ આદિ ચારે જ્ઞાનશક્તિઓ હોય છે, પરંતુ તે સૂર્યના પ્રકાશ સમયે ગ્રહ, નક્ષત્ર આદિના પ્રકાશની માફક કેવળજ્ઞાનની પ્રવૃત્તિથી દબાઈ જવાને લીધે પિતાપિતાનું જ્ઞાનરૂપ કાર્ય કરી શકતી નથી. તેથી શક્તિઓ હોવા છતાં પણ કેવળજ્ઞાનના સમયે મતિ આદિ જ્ઞાનપયા હોતા નથી.
બીજા આચાર્યોનું કથન એવું છે કે મતિ આદિ ચારે જ્ઞાનશક્તિઓ આત્મામાં સ્વાભાવિક નથી, પરંતુ કર્મના ક્ષયપશભરૂ૫ હેવાથી ઔપાધિક અર્શીત કર્મસાપેક્ષ છે, એથી જ્ઞાનાવરણીય કર્મને સર્વથા અભાવ થઈ ગયા બાદ એટલે કે જ્યારે કેવળજ્ઞાન પ્રકટ થાય છે ત્યારે તે ઔપાધિક શક્તિએને સંભવ જ હોતું નથી. એને લીધે કેવળજ્ઞાન વખતે કૈવલ્યશક્તિ સિવાય નથી હોતી અન્ય કઈ જ્ઞાનશક્તિઓ, કે નથી હોતુ તેઓનું મતિ આદિ જ્ઞાનપર્યાયરૂપ કાર્ય. [૩૧].
વિપર્યય જ્ઞાનનું નિર્ધારણ અને વિપર્યયતાનાં નિમિત્તોઃ વિતાવો વિપર્યય રૂરી सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् । ३३ ।
મતિ, શ્રત અને અવધિ એ ત્રણ વિપર્યય– અજ્ઞાનરૂપ પણ હોય છે.
વાસ્તવિક અને અવાસ્તવિક તફાવત ન જાણવાથી ચપલબ્ધિ – વિચારશન્ય ઉપલબ્ધિના કારણથી ઉન્મત્તની પેઠે જ્ઞાન પણ અજ્ઞાન જ છે.