________________
૫૮ - તત્ત્વાર્થસૂત્ર જાણી શકે, તે બધી વસ્તુઓના સ પૂર્ણ ભાવને પણ ગ્રહણ કરી શકે અને એ જ જ્ઞાન પૂર્ણ કહેવાય છે. એ જ કેવળજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન ચેતનાશક્તિના સંપૂર્ણ વિકાસ વખતે પ્રકટ થાય છે, તેથી એના અપૂર્ણતાજન્ય ભેદપ્રભેદ થતા નથી. કોઈ પણ એવી વસ્તુ નથી અથવા એ ભાવ પણ નથી કે જે એની દ્વારા પ્રત્યક્ષ જાણું ન શકાય. એ કારણથી કેવળજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્ય અને બધા પર્યાયમાં મનાઈ છે. [...]
એક આત્મામાં એકી સાથે પ્રાપ્ત થતાં જ્ઞાનેનું વર્ણન પ્રજાતિનિ મચારિ ગુપરિન્ના વતુર્થ: રૂ.
એક આત્મામાં એક સાથે એકથી લઈ ચાર સુધી જ્ઞાન, ભજનાથી – અનિયત રૂપે થાય છે.
કાઈ આત્મામાં એક વખતે એક, કેટલાકમાં બે, કેટલાકમાં ત્રણ અને કેટલાકમાં એક સાથે ચાર સુધી જ્ઞાન સંભવે છે, પરંતુ પાંચે જ્ઞાન એકી સાથે કઈમાં હેતાં નથી. જ્યારે એક હેય ત્યારે કેવળજ્ઞાન સમજવું જોઈએ, કેમ કે કેવળજ્ઞાન પરિપૂર્ણ હોવાથી એ સમયે અન્ય અપૂર્ણ બીજા જ્ઞાનેને સભવ જ નથી. જ્યારે બે હોય છે ત્યારે મતિ અને મૃત; કેમ કે પાંચ જ્ઞાનમાંથી નિયત સહચારી એ બે જ્ઞાન જ છે. બાકીનાં ત્રણ એક બીજાને છેડીને પણ હોઈ શકે છે. જ્યારે ત્રણ જ્ઞાન હોય છે ત્યારે મતિ, મૃત અને અવધિજ્ઞાન અથવા મતિ, મૃત અને મન પર્યાયજ્ઞાન હોય છે; કેમકે ત્રણ જ્ઞાનને સંભવ અપૂર્ણ અવસ્થામાં જ હોય છે અને એવે સમયે ભલે અવધિજ્ઞાન હેય અથવા તે મન:પર્યાયજ્ઞાન હોય પણ મતિ અને શ્રુત બને અવશ્ય હોય છે. જ્યારે